AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા સામે 304નું મોટું સંકટ! જાણો ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનના આ આંકડા પાછળનું શું છે રહસ્ય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને મોટા જોખમનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ જ મેદાન પર ગયા વર્ષે ઈંગ્લેન્ડે વિસ્ફોટક બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો.

IND vs ENG : માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા સામે 304નું મોટું સંકટ! જાણો ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનના આ આંકડા પાછળનું શું છે રહસ્ય
INDIA vs ENGLAND T20 Emirates Old Trafford ManchesterImage Credit source: AI Generated
| Updated on: Jul 04, 2026 | 9:05 AM
Share

મેનચેસ્ટરનું ઓલ્ડ ટ્રાફોર્ડ મેદાન આ એવું મેદાન છે જ્યાં બોલરો માટે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. આ તે મેદાન છે જ્યાં ઈંગ્લેન્ડના બેટ્સમેન એક અનોખા સ્તરનું ક્રિકેટ રમે છે અને હવે ભારત અને ઈંગ્લેન્ડ આ જ મેદાન પર મેચ રમશે. આ બંને ટીમો વચ્ચેની મેચ આજે 4 જુલાઈએ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાને 304 નંબર જોખમનો સામનો કરવો પડી શકે છે. આખરે આ 304નું રહસ્ય શું છે? શા માટે આ આંકડો ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે? ચાલો જાણીએ.

ટીમ ઈન્ડિયા પર 304નું જોખમ કેમ?

ટીમ ઈન્ડિયાને માન્ચેસ્ટરમાં 304 નંબરના જોખમનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરના 2025ના રોજ ઇંગ્લેન્ડે આ જ મેદાન પર સાઉથ આફ્રિકા સામે મેચ રમી હતી અને સાઉથ આફ્રિકાના બોલરો મુશ્કેલીમાં મુકાયા હતા. માન્ચેસ્ટરમાં રમાયેલી તે મેચમાં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 304 રન બનાવ્યા હતા. ઓપનર ફિલ સોલ્ટે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગા મારીને 141 રન બનાવ્યા હતા સાથે એ નોટઆઉટ પણ રહ્યો હતો. જોસ બટલરે પણ શાનદાર બેટિંગ કરી હતી. 30 બોલમાં 83 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ માત્ર 47 બોલમાં 126 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ હેરી બ્રુકે 21 બોલમાં 41 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

માત્ર 158 રન પર ધરાશાયી થયું સાઉથ આફ્રિકા

305 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 16.1 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ઈંગ્લેન્ડે 146 રનના મોટા અંતરથી જીત મેળવી હતી. તે મેચમાં જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી હતી. જ્યારે સેમ કરને 2 વિકેટ લીધી હતી. વિલ જેક્સે પણ માત્ર 2 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ તમામ ખેલાડીઓ હવે ભારત સામે પણ રમવાના છે.

ટીમ ઈન્ડિયાના હાલના ખેલાડીઓ માટે મેનચેસ્ટરમાં પ્રથમ ટી20

ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં ફક્ત બે T20 મેચ રમી છે અને છેલ્લી વખત તે 2018માં ત્યાં રમી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે મેચમાં ટીમ ઈન્ડિયા દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલી પ્લેઈંગ ઈલેવનમાંથી એક પણ ખેલાડી વર્તમાન ટીમમાં નથી. તે મેચની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ સરળતાથી 8 વિકેટથી મેચ જીતી લીધી હતી અને કુલદીપ યાદવ તે મેચનો હીરો રહ્યો હતો, તેણે ઈંગ્લેન્ડ સામે 24 રન આપીને 5 વિકેટ લીધી હતી.

તે મેચમાં, ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. જોસ બટલરે 69 રનની ઇનિંગ રમી હતી. પરંતુ અન્ય કોઈ બેટ્સમેન ક્રીઝ પર સ્થિર થઈ શક્યો ન હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલની વિસ્ફોટક સદીને કારણે 10 બોલ વહેલા મેચ જીતી લીધી હતી. રાહુલે 54 બોલમાં 101 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

આ પણ વાંચો, Breaking News: વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડમાં એક પણ મેચમાં તક નહીં મળે? કોચના નિવેદન બાદ ફેન્સમાં નિરાશા

Follow Us
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">