AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ના ફીફટી, ના શતક કે ના રેકોર્ડ છતાંય ચેતેશ્વર પુજારા માટે સ્ટેડિયમ ખુશીથી ઝૂમી ઉઠ્યુ

India vs England: વર્ષ 2021 ચેતેશ્વર પુજારાની આ પ્રકારની રમત ત્રીજી વાર જોવા મળી છે. પુજારાને માટે સ્ટેડીયમમાં દર્શકો ખુશી દર્શાવતા વિરાટ કોહલી પણ હસી પડ્યો હતો. અને પૂજારાને શુભેચ્છા પાઠવી હતી.

IND vs ENG: ના ફીફટી, ના શતક કે ના રેકોર્ડ છતાંય ચેતેશ્વર પુજારા માટે સ્ટેડિયમ ખુશીથી ઝૂમી ઉઠ્યુ
Cheteshwar Pujara
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 7:34 PM
Share

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તેના બેટ થી રન નથી નીકળી રહ્યા. પરંતુ ઇંગ્લેન્ડ (England) ના સામે લોર્ડઝ (Lords Test) માં બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત દરમ્યાન ચેતેશ્વર પુજારાએ પ્રેક્ષકોને ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા. દર્શકો સાથે ક્રીઝ પર ચેતેશ્વર પુજારા સાથે રહેલા કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને પણ હસવુ આવી ગયુ હતુ. કોહલીએ પણ પુજારાની નજીર જઇને તેને શુભેચ્છા આપી હતી. આ બધુ થવાનુ કારણ પુજારાનુ ખાતુ ખૂલવુ હતુ.

ભારતીય ટેસ્ટ ટીમના ત્રણ નંબરના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ 35 બોલનો સામનો કર્યા બાદ પ્રથમ રન બનાવી ખાતુ ખોલાવ્યુ હતુ. વર્તમાન સમયમાં ચેતેશ્વર પુજારાની એક ઓળખ બની ગઇ છે કે, પ્રથમ રન લેવા માટે તે ખૂબ રાહ જોઇ રહે છે. લોર્ડઝ ટેસ્ટમાં ભારતની બીજી ઇનીંગ દરમ્યાન પણ કંઇક આમ જ થયુ હતુ.

પૂજારાએ બીજી ઇનીંગમાં જલ્દી થી મેદાન પર આવવાનો મોકો મળ્યો હતો. પ્રથમ ઇનીંગમાં શતકીય ઇનીંગ રમનાર કેએલ રાહુલ આ વખતે ઝડપ થી આઉટ થઇ ગયો હતો. જેને લઇ પુજારા 10 મી ઓવરમાં જ ક્રિઝ પર આવ્યા હતા. જોકે 35 બોલ સુધી તો તેણે રન બનાવવા માટે રાહ જોઇ હતી. 10 મી ઓવરમાં ક્રિઝ પર આવનાર પુજારાએ 20મી ઓવરમાં પોતાનુ ખાતુ ખોલવામાં સફળતા મેળવી હતી. સેમ કરનની બોલ પર તેણે મીડવિકેટ પર શોટ રમ્યો હતો, અને તે દોડીને પ્રથમ રન પુરો કરવામાં સફળ રહ્યો હતો.

પૂજારા રન લેવા માટે દોડવા લાગતા જ દર્શકોએ પણ ખૂશી દર્શાવવા લાગ્યા હતા. કારણ કે તેનો પ્રથમ રન લેવાનો પ્રયાસ સફળ થઇ રહ્યો હતો. મેદાનમાં ઉપસ્થીત ભારતીય દર્શકો પણ તેના આ રન થી ખુશી દર્શાવવા લાગી ઝૂમવા લાગ્યા હતા. પુજારા ખુદ પણ ખુશ જોવા મળી રહ્યો હતો. વિરાટ કોહલી પણ આ માહોલને જોઇ હંસી પડ્યો હતો. તેણે પ્રથમ રનની શુભેચ્છા આપી હતી. કોમેન્ટ્રી કરી રહેલી ટીમે પણ પુજારાનુ ખાતુ ખુલવાને લઇને ઉત્સાહભેર આ જાણકારી આપી હતી.

વર્ષ 2021 માં ત્રીજી વાર 20 પ્લસ બોલ બાદ ખાતુ ખોલ્યુ

વર્ષ 2020 માં આવુ ત્રીજી વખત થયુ છે કે, ચેતેશ્વર પુજારાએ 20 થી વધારે બોલનો સામનો કર્યા બાદ પોતાનુ ખાતુ ખોલ્યુ હતુ. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર અને બાદમાં, ન્યૂઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ તેની આજ સ્થિતી હતી. પ્રથમ રન બનાવવા માટે તેણે તેમાં પણ 20 થી વધુ બોલની રમત રમી હતી.

એવામાં ચેતેશ્વર પુજારાએ 2018માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર 54 બોલ રમવા બાદ પોતાનુ ખાતુ ખોલ્યુ હતુ. તેના બાદ જૂન 2021માં ન્યૂઝીલેન્ડની સામે 36 બોલ, ઓગષ્ટ 2021માં ઇંગ્લેન્ડ સામે 35 બોલ અને ઓગષ્ટ 2014માં ઇંગ્લેન્ડ સામે 25 બોલ બાદ ખાતુ ખોલ્યુ હતુ.

આ પણ વાંચોઃ Tokyo Olympics : જો આ રમતવીરોનું ધ્યાન રમત પર હોત તો ભારતે ટોક્યોમાં 10 મેડલ જીત્યા હોત

આ પણ વાંચોઃ Mummad Ali : મોહમ્મદ અલીની 60 વર્ષી જૂની શોર્ટ્સ તેના પૌત્ર માટે નસીબદાર સાબિત થઈ, જીત સાથે કરી બોક્સિંગની શરૂઆત

g clip-path="url(#clip0_868_265)">