IND vs ENG: જો રુટે ફોર્મમાં પરત ફરવાને લઇને ખોલ્યુ રાઝ કહ્યુ, આ કારણથી ભારત સામે રમી શાનદાર ઇનીંગ
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થઇ છે. સિરીઝની શરુઆતે જ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે બેટીંગમાં પોતાનુ ફોર્મ પરત મેળવી લીધુ છે. જેને લઇને તે ખૂબ ઉત્સાહમાં છે.
ટીમ ઇન્ડીયા (Team India) ની સામે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ સુપર ફોર્મમાં નજર આવી રહ્યો છે. જો રુટ (Joe Root) ઇંગ્લેન્ડ તરફ થી સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન રહ્યો છે. તેના બેટથી અર્ધશતક જોવા મળ્યુ તો, શતકનો નજારો પણ દર્શાવ્યો હતો. રુટની પ્રથમ ઇનીંગમાં 64 રન બનાવ્યા તો બીજી ઇનીંગમાં તેમણે 109 રન નોંધાવ્યા હતા. પરંતુ શુ તમે જાણો છો કે, નોટિંગહામ ટેસ્ટ (Nottingham Test)માં રુટના સુપર ફોર્મનુ રાઝ શુ છે? આ રાઝ રુટે પોતે જ ખોલ્યુ છે.
કેપ્ટન રુટે આ માટે શ્રીલંકાને જવાબદાર ગણાવ્યુ છે. જો રુટે ભારતના જે પાડોસી દેશ તરફ ઇશારો કર્યો છે, તે પાકિસ્તા નહી પરંતુ શ્રીલંકા છે. તેણે કહ્યુ કે, મને શ્રીલંકા સામે વ્હાઇટ બોલ સિરીઝ રમવાનો ફાયદો મળ્યો છે. આ સિરીઝ જૂન જૂલાઇમાં રમાઇ હતી. જ્યારે બંને વચ્ચે સિરીઝ રમાઇ હતી. જેમાં જો રુટે તે સિરીઝમાં એક મેચમાં 68 રન અને બીજીમાં 78 રન બનાવ્યા હતા.
તેણે કહ્યુ હતુ કે, સારુ રહ્યુ કે મારુ તે ફોર્મ રેડ બોલ ક્રિકેટમાં યથાવત રહ્યુ છે. જોકે મને લાગે છે કે, શ્રીલંકામાં રમેલી વન ડે શ્રેણી થી મારી બેટીંગમાં મોટો ફર્ક છે.
વર્ષ 2021 માં 1000 ટેસ્ટ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન
જો રુટ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રનના આંકડાને પાર કરનારો પ્રથમ બેટ્સમેન બની ચુક્યો છે. તેના નામે હાલમાં 1064 રન છે. તેણે કહ્યુ, આ ઉપલબ્ધી હાંસલ કરીને તે ખૂબ જ ઉત્સાહિત છે. રુટએ આગળ કહ્યુ હતુ કે, અમે જ્યારે વધારેમાં વધારે રન બનાવવા ઇચ્છીએ છીએ. આ રન હવે એ કંન્ડીશનમાં આવ્યા છે, જ્યારે એક છેડા પરથી તમારી વિકેટ પડી રહી હતી. તો આ એક મોટી વાત બને છે.
જો રુટે 109 રન બનાવવાને લઇને જ ઇંગ્લેન્ડ બીજી ઇનીંગમાં 303 રનના સ્કોરને ખડકવામાં સફળ રહ્યુ હતુ. જેને લઇને જ ભારત સામે 209 રનનુ લક્ષ્ય રાખી શકાયુ હતુ.