India vs England 3rd ODI: માંચેસ્ટરમાં ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, ટીમમાં એક મોટો ફેરફાર, જુઓ Playing XI
India vs England 3rd ODI: વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે માન્ચેસ્ટરમાં છે. આ મેચની ટોસ પૂરી થઈ ગઈ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. આ મેચનો ટોસ થઇ ચૂક્યો છે. ભારતે (Indian Cricket Team) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બોલિંગ કરવાના નિર્ણય સાથે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બદલે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને તક મળી છે. આજની મેચ ભારત અને ઈંગ્લેન્ડ બંને માટે મહત્વની છે. કારણ કે, આજની મેચમાં જે ટીમ જીતશે તે શ્રેણીની વિજેતા બનશે. આ માટે આજે ભારતીય ટીમ પણ પૂરો દમ લગાવી લેશે અને ટી20 બાદ વન ડે સિરીઝ પણ જીતવાનો ઈરાદો દર્શાવશે.
માન્ચેસ્ટરમાં ભારતનો રેકોર્ડ ખરાબ છે. તેમ છતાં ટીમ ઈન્ડિયા પાસેથી આશા છે કારણ કે તેઓ તાજેતરના સમયમાં સારું ક્રિકેટ રમ્યા છે. જો ભારતે વનડે શ્રેણી પર કબજો મેળવવો હોય તો અગાઉના આંકડાઓને ભૂલીને આજની મેચમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર, ઈંગ્લેન્ડ ટીમમાં કોઈ ફેરફાર નહીં
માન્ચેસ્ટરમાં રમાનારી ત્રીજી ODI માટે, જ્યાં ટીમ ઈન્ડિયાએ ટીમમાં ફેરફાર કરવો પડ્યો. સાથે જ ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પીઠની ઈજાને કારણે આ મેચમાંથી ખસી જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી છે. બીજી તરફ, ઈંગ્લેન્ડે તેમના વિનિંગ કોમ્બિનેશન સાથે જવાનો નિર્ણય કર્યો છે.
Jasprit Bumrah was ruled out of this game owing to back spasms. Arshdeep Singh was not considered for selection as he is yet to fully recover from right abdominal strain.#ENGvIND
— BCCI (@BCCI) July 17, 2022
A look at our Playing XI for the game.
Live – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/TkbzNYfLrw
— BCCI (@BCCI) July 17, 2022
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ જેસન રોય, જોની બેયરિસ્ટો, જોસ બટલર (કેપ્ટન), જો રૂટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રેગ ઓવરટન, બ્રાઈડન કાર્લસ, રીસ ટોપલી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા