IND vs ENG: જેમ્સ એન્ડરસના પગમાંથી લોહી વહેતુ રહ્યુ છતા પણ કરતો રહ્યો બોલીંગ, પુજારાને આઉટ કરવાનો રેકોર્ડ જારી રાખ્યો

જેમ્સ એન્ડરસન (James Anderson) ની બોલીંગ 39 વર્ષની ઉંમરે પણ એટલી જ ધારદાર રહી છે કે બેટ્સમેનોએ મુશ્કેલી અનુભવવી પડી રહી છે. પુજારાની વિકેટ લેવાની બાબતમાં એન્ડરસને પોતાનો રેકોર્ડ જારી રાખ્યો છે.

IND vs ENG: જેમ્સ એન્ડરસના પગમાંથી લોહી વહેતુ રહ્યુ છતા પણ કરતો રહ્યો બોલીંગ, પુજારાને આઉટ કરવાનો રેકોર્ડ જારી રાખ્યો
James Anderson

ઈંગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ભારત સામે ઓવલ ટેસ્ટ (Oval Test) માં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા પગના ઘૂંટણમાં ઇજા થઇ હતી, જેના કારણે તેને લોહી વહેવા લાગ્યું હતુ. જેમ્સ એન્ડરસનના ટ્રાઉઝર પર લોહીના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ તે રોકાયો નહીં અને ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રમવાનું ચાલુ રાખ્યું. તેણે પહેલા દિવસે સારી બોલિંગ કરી અને ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ના રૂપમાં મહત્વની વિકેટ પણ લીધી.

ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ, ક્રેગ ઓર્ટન, એન્ડરસન સાથે મળીને ઇંગ્લિશ બોલિંગને સફળ બનાવી. તેઓએ સાથે મળીને ભારતને સતત આંચકા આપ્યા અને બેકફુટ પર રાખવા પ્રયાસ કર્યો હતો. 39 વર્ષનો થયેલો એન્ડરસન તેની બોલિંગમાં કોઈ કમી બતાવી રહ્યો નથી. તે વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાંનો એક છે. તેનો સ્વિંગને લઇને ભારતીય બેટ્સમેનોને હજુ પણ કોઇ જવાબ મળતો નથી.

ઓવલમાં ઇજાના ઘા માંથી વહેતા લોહી સાથે રમીને તેણે ટીમ અને દેશ પ્રત્યેના તેના જુસ્સા અને ઝનૂનની નવી પરિભાષા આપી છે. ચોથી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન પ્રથમ સ્પેલમાં ખાસ રંગમાં દેખાયો નહતો. તેના બોલ પર ઘણાં રન ગયા અને તે બોલને યોગ્ય જગ્યાએ પિચ પણ કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં કેપ્ટન જો રૂટે ચાર ઓવર બાદ જ તેને બોલિંગમાંથી દૂર કરી દીધો હતો. પરંતુ ફરી એટેક પર આવ્યા બાદ એન્ડરસન વધુ સારો જણાયો હતો.

તેણે પુજારાને માત્ર ચાર રન પર આઉટ કર્યો હતો. એન્ડરસનનો બોલ ભારતીય બેટ્સમેનના બેટની ધાર લઈ ગયો અને વિકેટકીપર જોની બેયરસ્ટોના હાથમાં કેચ થઈ ગયો. આ વિકેટ દ્વારા એન્ડરસને આ શ્રેણીમાં પુજારા સામે પોતાનો રેકોર્ડ ચાલુ રાખ્યો હતો. આ શ્રેણીમાં તેણે પુજારાને પ્રથમ ઈનિંગમાં દર વખતે આઉટ કર્યો છે. તેણે પુજારાને દસના આંકડા સુધી પહોંચવા દીધો નથી.

પુજારા સામે મુશ્કેલીઓ જારી રાખી

એન્ડરસને પૂજારાને નોટિંગહામ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ચાર, લોર્ડ્સમાં નવ અને હેડિંગ્લેમાં એક રન પર આઉટ કર્યો હતો. હવે ઓવલ પર ચાર રનમાં જ તેણે પુજારાને પેવેલિયન પરત મોકલી દીધો હતો. રસપ્રદ વાત એ છે કે, આ શ્રેણીમાં એન્ડરસન પુજારાને બીજી ઇનિંગ્સમાં અત્યાર સુધી આઉટ કરી શક્યો નથી.

એન્ડરસને અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 11 વખત આઉટ કર્યો છે. આનો અર્થ એ થયો કે ભારતના ત્રીજા નંબરના બેટ્સમેનને એન્ડરસન કરતાં વધુ વખત કોઈએ આઉટ કર્યો નથી. ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ વખત એન્ડરસનનો શિકાર બનવામાં પુજારા માત્ર સચિન તેંડુલકર (12) થી પાછળ છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને બહાર રાખવાને લઈને વિવાદ વકર્યો, કોહલીએ કરેલી સ્પષ્ટતા દિગ્ગજોના ગળે ના ઉતરી, ઉલ્ટાનું ‘પાગલપન’ કહી સંભળાવ્યુ!

આ પણ વાંચોઃ IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

Click on your DTH Provider to Add TV9 Gujarati