IND vs ENG: 364 રનના મજબૂત સ્કોર સાથે ભારતની પ્રથમ બેટીંગ ઈનીંગ સમાપ્ત, જાડેજા-પંતની શાનદાર રમત
લોર્ડઝ ટેસ્ટ (Lords Test)માં બીજા દિવસની રમતમાં રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતે શાનદાર રમત રમી હતી. બંનેએ ભારતીય સ્કોર બોર્ડને 350 રનના સ્કોરને પાર લઈ જવાની યોજના પાર પાડી હતી. બંનેએ ટીમને મજબૂત સ્કોર પર લઈ જતી રમત રમી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ લોર્ડઝના મેદાન પર રમાઈ રહી છે. બીજી ટેસ્ટ (Lords Test) મેચના બીજા દિવસની રમતની શરુઆત ઈંગ્લેન્ડના નામે રહી હતી. દિવસની શરુઆતે જ ઈંગ્લેન્ડે કેએલ રાહુલ (KL Rahul) અને અજીંક્ય રહાણેને ઝડપથી પેવેલિયન પરત મોકલ્યા હતા. ભારતીય ટીમ (Team India) પ્રથમ બેટીંગ ઈનીંગના અંતે ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતી સર્જી છે. ભારતનો પ્રથમ ઈનીંગના અંતે સ્કોર 364 રન થયો હતો.
ઈંગ્લેન્ડે ગુરુવારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ બોલીંગ કરીને ભારતને નિયંત્રણમાં રાખવાની યોજના લોર્ડઝના મેદાનમાં ટીમ ઈન્ડીયાના બેટ્સમેનોએ ઉંધી વાળી દીધી હતી. પ્રથમ દિવસની રમત ભારતને નામે રહી હતી.
બીજા દિવસની શરુઆતે જ કેએલ રાહુલ રમતના બીજા જ બોલે આઉટ થયો હતો. તેણે શાનદાર શતક લોર્ડઝમાં નોંધાવી ભારતને મજબૂત સ્થિતીમાં લાવી દીધુ હતુ. આ પહેલા રોહિત શર્માએ પણ 83 રનની શાનદાર ઈનીંગ રમી હતી. રાહુલ અને રોહિતે શતકીય ભાગીદારી ઈનીંગ રમી હતી. રાહુલે કોહલી સાથે મળીને પણ શતકીય ભાગીદારી રમત રમી હતી. આમ બે મોટી ભાગીદારી રમત પ્રથમ દિવસે રમીને ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતી સર્જી હતી.
પ્રથમ દિવસે રોહિત શર્મા 83 રને, વિરાટ કોહલી 42 રન અને પુજારા 9 રન કરીને આઉટ થયો હતો. શુક્રવારે બીજા દિવસની રમતની શરુઆતે રાહુલ 129 રને આઉટ થયો હતો. તેના બાદ ઝડપથી રહાણે પણ 1 જ રનના સ્કોર પર વિકેટ ગુમાવી પેવેલિયન પરત ફર્યો હતો.
જાડેજાની શાનદાર રમત
ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ રમતને આગળ વધારી મજબૂત સ્કોર તરફ આગળ વધારવાની કૂચ જારી રાખી હતી. પંત 58 બોલમાં 37 રન કરીને આઉટ થયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા અંતિમ વિકેટના રુપમાં 40 રન કરી આઉટ થયો હતો. તેણે 120 બોલની રમત રમી હતી. શામી અને બુમરાહ શૂન્ય રને આઉટ થયા હતા. ઈશાંત શર્માએ જાડેજાને સાથ આપતી રમત રમી લાંબો સમય ક્રિઝ પર પસાર કર્યો હતો. તેણે 8 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડની બોલીંગ
ઈંગ્લેન્ડ તરફથી આજે બીજા દિવસે પણ જેમ્સ એન્ડરસનનો દબદબો રહ્યો હતો. એન્ડરસને ઈનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. ઓલી રોબિન્સને 2 વિકેટ અને માર્ક વુડે પણ 2 વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ Cricket: ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ઈજા બાદ ફરીથી પસંદ થવા માટે NCAનું ગ્રીન સિગ્નલ મેળવવુ પડશે
આ પણ વાંચોઃ sports awards: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ કાર્યક્રમ આ વખતે મોડો યોજાશે, જાણો કારણ