AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ઈજા બાદ ફરીથી પસંદ થવા માટે NCAનું ગ્રીન સિગ્નલ મેળવવુ પડશે

ભારતીય ટીમ (Team India)ના ખેલાડીઓએ હાલમાં પણ પોતાની ઈજા બાદ રિહૈબ માટે NCAમાં જઈ રહ્યા છે. જોકે હવે ઈજાથી ઉભરવાથી લઈને ટીમમાં ફરીથી સામેલ થવાની પ્રક્રિયા વધુ ચુસ્ત કરી દેવામાં આવી છે.

Cricket: ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ઈજા બાદ ફરીથી પસંદ થવા માટે NCAનું ગ્રીન સિગ્નલ મેળવવુ પડશે
National Cricket Academy
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:22 PM
Share

ઈજાથી બહાર આવીને ખેલાડીઓને ટીમમાં ફરીથી એન્ટ્રી માટે નિયમો બદલાઈ ચુક્યા છે. હવે ઈજાગ્રસ્ત ખેલાડીઓએ નેશનલ ક્રિકેટ એકડમી (NCA)થી પોતાની ફીટનેસનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. ત્યારબાદ તેમને ભારતીય ટીમમાં ફરીથી પસંદ કરવામાં આવી શકે છે. આમ હવે કયો ખેલાડી ટીમમાં પસંદ થવા માટે ફીટ છે અને કોણ નહીં, તેનો નિર્ણય હવે સંપૂર્ણ પાવર NCAના હાથમાં રહેશે.

મીડિયા રિપોર્ટનુસાર NCAએ કેટલાક ખેલાડીઓને પોતાના IPL ફિઝીયો સાથે રિહૈબ કરવા પર નારાજગી દર્શાવી હતી. આમ પણ ખેલાડીઓ બસ NCAમાં પોતાની ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરવા માટે આવતા હતા. જોકે, હવે જેમ રિપોર્ટમાં કહેવાયુ છે એ મુજબ એનસીએ પાસે ખેલાડીઓની ફિટનેસનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હશે.

એનસીએને આ મોટો નિર્ણય લેવાનો અધિકાર એક મોટી મીટીંગ બાદ સોંપવામાં આવ્યો છે. આ મીટીંગમાં એનસીએના ડાયરેક્ટર રાહુલ દ્વાવિડ, BCCI સેક્રેટરી જય શાહ, ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી સામેલ હતા. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ હતુ કે BCCI સાથે કરાર કરેલા ખેલાડીઓને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે કે ઈજા થવા પર એનસીએમાં આવવુ પડશે. જ્યાં ફિઝીયો ડેલી બેઝીસ પર તેમનું નિરીક્ષણ કરશે.

હવે આ માટે લેવી પડશે BCCI અને NCAની પરવાનગી

બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયા રીપોર્ટનુસાર કહ્યું હતુ કે ખેલાડીઓએ હવે પર્સનલ ફિઝીયો રાખવા પહેલા બીસીસીઆઈ અને એનસીએની પરવાનગી લેવી પડશે. તેમણે કહ્યું ખેલાડીઓને આ વાતની જાણકારી આપવામાં આવી છે કે જ્યારે પણ તેઓએ ઈજાગ્રસ્ત થાય છે તો તેણે એનસીએને જાણ કરવાની રહેશે. તેમની ઈજાની જાણકારી મળ્યા બાદ એનસીએના ફિઝીયોની દેખરેખમાં તેમનું રિહેબ થશે. જેનાથી ઈજાગ્રસ્ત ખેલાડીઓને લઈને બીસીસીઆઈનો ડેટાબેઝ પણ ચોક્કસ બનશે.

ઈંગ્લેન્ડમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓનું રિહૈબ ચાલુ

આ પહેલા ખેલાડીઓના રિહૈબને લઈને લૂપથી બહાર રાખવાને માટે એનસીએ દ્વારા બીસીસીઆઈ સામે પોતાની નારાજગી દર્શાવી હતી. શુભમન ગીલ ઈજાને લઈ ઈંગ્લેન્ડથી પરત ફરવા બાદ રિહૈબ કરી રહ્યો છે. શ્રેયસ ઐયર હાલમાં એનસીએમાં છે અને જ્યાં તેણે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાર કરી લીધો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડીયાના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ગીલ ઉપરાંત વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનનું નામ પણ સામેલ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન પણ એક સાથે કેટલાક ખેલાડીઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ sports awards: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ કાર્યક્રમ આ વખતે મોડો યોજાશે, જાણો કારણ

આ પણ વાંચોઃ Tokyo olympics : ચોથા સ્થાને રહેલા ભારતીય ખેલાડીઓને આ કંપની શાનદાર કાર ગીફટ કરશે

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">