IND vs ENG: વિરાટ કોહલીની કંગાળ રમત પર ગાવાસ્કરે કંઇક આમ કહી દીધુ, પુજારા માટે પણ કહી આવી વાત

|

Aug 29, 2021 | 11:54 PM

ઇંગ્લેન્ડ પ્રવાસ પર રહેલ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નુ બેટ ખાસ કંઇ ચાલ્યુ નથી. તે સતત જ એક પ્રકારે ઇંગ્લેન્ડ ના બોલરો સામે આઉટ થઇ રહ્યો છે.ય જેને લઇને ગાવાસ્કરે હવે કંઇક આમ કહ્યુ છે.

IND vs ENG: વિરાટ કોહલીની કંગાળ રમત પર ગાવાસ્કરે કંઇક આમ કહી દીધુ, પુજારા માટે પણ કહી આવી વાત
Virat Kohli-Cheteshwar Pujara-Sunil Gavaskar

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ સમયે બેટ વડે સંઘર્ષ કરતો જોવા મળે છે. 2019 થી તેના બેટ થી સદી ફટકારી નથી. ઇંગ્લેન્ડના પ્રવાસ પર પણ તે આશ્ચર્યજનક રીતે કંઈ કરી શક્યો નથી. ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં તેના બેટમાંથી 55 રન આવ્યા, પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં. આ સિરીઝમાં આ તેની પ્રથમ ફિફ્ટી છે.

કોહલી ઈંગ્લેન્ડમાં ઓફ-સ્ટમ્પની બહાર બોલ પર પરેશાન થઈ રહ્યો છે અને સતત આ લાઈનમાં જ પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે. તે ત્રણ ટેસ્ટ મેચમાં પાંચ વખત આ જ રીતે આઉટ થયો છે. ત્રીજી ટેસ્ટ મેચમાં તેના બેટમાંથી પચાસ આવ્યા, પરંતુ તે ટીમને હારથી બચાવી શકી નહીં. ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ્સ અને 76 રનથી હરાવીને ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબરી કરી હતી.

કોહલીની બેટિંગ અંગે ભૂતપૂર્વ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) કહ્યુ છે કે હાલમાં કોહલીની બેટિંગમાં શું ખામી છે. જેના પર તેણે શું ધ્યાન આપવું પડશે. મીડિયા રિપોર્ટનુસાર વાત કરતા તેમણે કહ્યું, મને લાગે છે કે તે શોટ પસંદગીની બાબત છે. તમારે બાબતો સરળ રાખવી પડશે. તેણે અત્યાર સુધીમાં લગભગ 8000 રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આમાંથી તેણે ક્રિઝની બહાર ઉભા રહીને લગભગ અંતિમ 6,500 રન બનાવ્યા છે. તેથી મને નથી લાગતું કે તેણે તેની બેટિંગમાં ઘણો ફેરફાર કરવો પડે. મને લાગે છે કે આ માત્ર શોટ પસંદગીની બાબત છે.

પૂજારા વિશે આ વાત કહી

ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) અંગે ગાવસ્કરે કહ્યું, હાલના સમયે આપણે ઈરાદા વિશે વાત કરીએ છીએ. પૂજારા સાથે પણ એવો જ સવાલ છે. અહીં એવું લાગે છે કે ઇરાદો રન બનાવવાનો છે અને તે પ્રયાસમાં તમે તે બોલ પણ રમો છો જે તેમણે છોડી દેવા જોઇએ. તેથી મુદ્દો મુખ્યત્વે શોટ પસંદગીનો છે. તમારે તે બોલ રમવાની જરૂર નથી. જો તમે તે બોલ છોડી દો તો તેનાથી કોઈ ફરક પડશે નહીં.

આ પણ વાંચોઃ IPL 2021: શ્રેયસ ઐયર ઇજાની ઘટનાને યાદ કરતા ભાવુક થયો, કહ્યુ ડ્રેસિંગ રુમમાં પહોંચતા જ ખૂબ રડ્યો હતો

આ પણ વાંચોઃ Tokyo Paralympics: સિલ્વર મેડલ જીત્યા બાદ ભાવિના આ મહાન ખેલાડીને મેડલ બતાવવા ઇચ્છે છે

Next Article