Cricket : રાહુલ દ્રાવિડના આ નિર્ણયનું પાકિસ્તાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી સ્વાગત કરાયું, જાણો શા માટે ?
રાહુલ દ્રાવિડ (Rahul Dravid) હાલમાં નેશનલ ક્રિકેટ એકડમી (NCA) ના હેડ ઓફ ક્રિકેટ છે અને તેઓ શ્રીલંકા પ્રવાસે ગયેલ ભારતીય ટીમને હેડ કોચ પણ રહ્યા હતા. દ્વાવિડે લીધેલા નવા નિર્ણયને વિશ્વભરમાંથી ખેલાડીઓ આવકારવા લાગ્યા છે.
જો રાહુલ દ્રવિડ (Rahul Dravid) કોઈ નિર્ણય લે, તો માત્ર ભારત જ નહીં પણ વિશ્વના ક્રિકેટરોને પણ કોઇ તકલીફ નથી. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનવાની અટકળો વચ્ચે NCA ના હેડ ઓફ ક્રિકેટ પદ માટે ફરી અરજી રાહુલ દ્રાવિડે કરી હતી. ભારતીય ક્રિકેટની ‘ધ વોલ’ રહેલા ખેલાડી દ્વારા આ મહત્વનુ પગલુ ભરવામાં આવ્યુ છે.
રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (National Cricket Academy) માં ક્રિકેટ વડા તરીકે રાહુલ દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે BCCI એ તેમના માટે અરજીઓ મંગાવી ત્યારે રાહુલ દ્રવિડે પણ તેના માટે ફરીથી અરજી કરી છે. પાકિસ્તાનથી લઇને ઓસ્ટ્રેલિયા સુધીના ક્રિકેટરો હવે દ્રવિડના પગલાને ટેકો આપતા જોવા મળી રહ્યા છે.
રાહુલ દ્રવિડે એવા સમયે જ આ પગલુ ભર્યુ છે, જ્યારે શાસ્ત્રીએ કોચ તરીકે પોતાના કાર્યકાળને લંબાવવાની અનિચ્છા દર્શાવી છે. રિપોર્ટ અનુસાર, રવિ શાસ્ત્રીએ T20 વર્લ્ડકપ બાદ કરાર સમાપ્ત થતા, ફરીથી કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. રવિ શાસ્ત્રીના સ્થાને રાહુલ દ્રવિડને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. દ્રવિડે તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું હતું.
સલમાન બટ્ટે દ્રવિડના નિર્ણયને આવકાર્યો છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે કહ્યું કે, રાહુલ દ્રવિડ માટે NCA માં ક્રિકેટના વડા તરીકે ફરીથી અરજી કરવી વધુ સારુ પગલુ છે. તેણે કહ્યું, દ્રવિડ માત્ર NCA માં કામ કરીને જુનિયર સ્તરે ભારતીય ક્રિકેટને તૈયાર કરી રહ્યા હતા. તે એવુ મટીરીયલ પણ તૈયાર કરી રહ્યો છે, જે આવતીકાલની ટીમ ઇન્ડિયાની જરૂરિયાત બની રહેશે. એવું કહી શકાય કે તે ભારતીય ક્રિકેટ માટે શ્રેષ્ઠ ખેલાડીઓનો સપ્લાયર છે.
બ્રેડ હોગે પણ યોગ્ય ઠેરવ્યો નિર્ણય
પાકિસ્તાનના સલમાન બટ પહેલા ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોગે પણ આ બાતે કહ્યુ કે, NCA માં ટીમ ઇન્ડિયાના કોચ કરતાં દ્રવિડની વધુ જરૂર છે. હોગે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓના ફેરફારો અને વિકાસમાં NCA ના વડાની મોટી ભૂમિકા છે. તે કદાચ ભારતીય ટીમના મુખ્ય કોચ કરતાં વધુ મહત્વની ભૂમિકામાં છે. મારા મતે, રાહુલ દ્રવિડે NCA માં ક્રિકેટ વડા તરીકે ચાલુ રહેવું જોઈએ.
The NCA coach is an important role for the growth and transition of upcoming players for international cricket. Probably a more important role that the Indian head coach. Countries with strong academies generally top the ICC ladders. Dravid must stay in that role. #cricket
— Brad Hogg (@Brad_Hogg) August 20, 2021
NCA માં ફરીવાર પસંદ થવાનો દ્રવિડનો દાવો મજબૂત
રાહુલ દ્રવિડે NCA માં ક્રિકેટ હેડના પદ માટે ફરીથી એપ્લાય કર્યુ છે. કારણ કે પોસ્ટની સમય મર્યાદા વધારવાની કોઈ જોગવાઈ નથી. દ્રવિડ ફરી અરજી કર્યા બાદ ફરીથી પસંદ થાય તેવી પ્રબળ શક્યતાઓ પણ છે. ખાસ વાત એ છે કે, દ્રવિડ હજુ સુધી એક જ ઉમેદવાર આ પદ માટે છે, જેણે આ માટે અરજી કરી છે. આ જ કારણથી BCCI એ આ માટેની અરજીની સમય મર્યાદા પણ વધારી દીધી હતી.