AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ભારતના 364 રનના સ્કોર સામે, ઈંગ્લેન્ડ બીજા દિવસની રમતના અંતે 119/3, સિરાજે 2 વિકેટ ઝડપી

India vs England: ભારતીય બેટ્સમેનોએ પ્રથમ દિવસની રમતમાં પોતાનો દમ દેખાડી ઈંગ્લેન્ડ સામે મજબૂત પાયો નાંખ્યો હતો. બીજા દિવસે ભારતની ઈનીંગ સમેટાયા બાદ ઈંગ્લેન્ડ હજુ 245 રન ભારતના સ્કોરથી દુર છે.

IND vs ENG: ભારતના 364 રનના સ્કોર સામે, ઈંગ્લેન્ડ બીજા દિવસની રમતના અંતે 119/3, સિરાજે 2 વિકેટ ઝડપી
India vs England
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:35 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની લોર્ડઝ ટેસ્ટ (Lords Test) મેચના બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 119 રનનો રહ્યો હતો. ભારતીય ટીમે બીજા દિવસની રમતને 3 વિકેટથી શરુ કરી હતી. જે બીજા સેશન દરમ્યાન સમેટાઈ ગઈ હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે 364 રનનો મજબૂત સ્કોર પ્રથમ ઈનીંગના અંતે કર્યો હતો. ભારતીય ઓપનર કેએલ રાહુલે (KL Rahul) 129 રનની શાનદાર રમત રમી હતી. ઈંગ્લેન્ડ વતી રોરી બર્ન્સ (Rory Burns) અર્ધશતક ચુક્યો હતો.

ભારતીય ટીમે તેની રમતને બીજા દિવસે 276 રનથી શરુ કરી હતી. રમતને આગળ વધારનાર રાહુલ અને અજીંક્ય રહાણે બંને ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. ભારતની પ્રથમ બેટીંગ ઈનીંગ બીજા સેશન બાદ સમેટાઈ ગઈ હતી. શુક્રવારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતની રમત શાનદાર રહી હતી. રવિન્દ્ર જાડેજાએ 40 રનની ઈનીંગ રમી હતી. જ્યારે ઋષભ પંતે 37 રનની ઈનીંગ રમી હતી. બંનેની રમતે ભારતને ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતીને આગળ વધારી હતી.

ઈંગ્લેન્ડે ભારતના 364 રનના સ્કોર સામે પોતાની પ્રથમ ઈનીંગની શરુઆત ધીમી અને મક્કમ રીતે કરી હતી. શરુઆતની ઓવરો એટલે કે બીજા સેશનને ધીમી રમત સાથે પસાર કરી હતી. પરંતુ ટી બ્રેક બાદ અંતિમ સેશનની શરુઆતે જ ઈંગ્લેન્ડે સીબ્લી અને હસીબની વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને મુશ્કેલી સ્થિતીમાં મુકી દીધુ હતુ. જોકે બાદમાં કેપ્ટન જો રુટ અને રોરી બર્ન્સે રમતને સંભાળી હતી. જોકે બર્ન્સ 49 રને વિકેટ ગુમાવી બેઠો હતો.

જો રુટ 75 બોલમાં 48 રન કરીને અને જોની બેયરિસ્ટો 6 રન કરીને રમતમાં છે. બંનેએ દિવસની અંતિમ ઓવરો દરમ્યાન ધીમી રમત રમી હતી. આ પહેલા બર્ન્સ અને રુટે એક તબક્કે રનની ગતીને ઝડપી બનાવાવી શરુઆત કરી હતી. બંનેએ ઝડપથી સ્કોર બોર્ડ ફેરવતા ચોગ્ગાઓ વરસાવતી રમત શરુ કરી હતી. જોકે બર્ન્સ એલબીડબલ્યુ આઉટ થતાં જ ફરી એકવાર રમતની ગતી મંદ પડી હતી.

સિરાજની 2 વિકેટ

ભારત તરફથી મંહમદ સિરાજે આજે ટી બ્રેક બાદ ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા સીબ્લી અને તેના બીજા જ બોલે હસીબનું મીડલ સ્ટંમ્પ ઉખાડી નાખી ક્લીન બોલ્ડ કરી દીધો હતો. સિરાજે 13 ઓવર કરીને 2 વિકેટ મેળવી હતી. સિરાજે ખૂબ કસીને બોલીંગ કરી હતી. તેણે સૌથી વધુ 4 ઓવર મેઈડન કરી હતી. જ્યારે શામીએ 8 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવર કરીને માત્ર 6 રન ગુમાવ્યા હતા.

આ પણ વાંચોઃ T20 World Cup: ICCએ વિશ્વકપ ટીમોનું એલાન 10 સપ્ટેમ્બર સુધીમાં કરવા માટે કર્યા સુચીત, ખેલાડીની સંખ્યા પણ નક્કી કરાઈ

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદથી શામળાજી જતા નેશનલ હાઈવેની હાલત ભંગાર, ટોલ વસુલવાની લુંટથી રોષ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">