IND vs ENG: શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડીયાના આ બે સભ્યો પણ કોરોના પોઝિટીવ, અંતિમ ટેસ્ટ પહેલા વધી મુશ્કેલીઓ

|

Sep 06, 2021 | 8:25 PM

ભારતીય ટીમ (Team India)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ કોરોના પોઝિટીવ જણાયા હતા. ત્યારબાદ હવે વધુ બે લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ આવી સ્થિતીમાં ટીમ ઈન્ડીયાના ત્રણ સદસ્યો પાંચમી ટેસ્ટથી દુર થયા છે.

IND vs ENG: શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડીયાના આ બે સભ્યો પણ કોરોના પોઝિટીવ, અંતિમ ટેસ્ટ પહેલા વધી મુશ્કેલીઓ
Team India

Follow us on

ઈંગ્લેન્ડ પ્રવાસે રહેલી ભારતીય ટીમ (Team India)માં કોરોના (Covid)એ ચિંતાઓ વધારી દીધી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) કોરોના પોઝિટીવ જણાયા બાદ વધુ બે સભ્યો કોરોના પોઝિટીવ જણાયા છે. મુખ્ય કોચ શાસ્ત્રી સહિત આ ત્રણેય સભ્યો હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમથી દુર થઈ ગયા છે. શાસ્ત્રી બાદ ભરત અરુણ (Bharat Arun) અને આર શ્રીધર (R Sridhar) કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે.

 

ભારતીય ટીમના બોલીંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ શ્રીધર બંને પોઝિટીવ હોવાનું જણાઈ આવતા જ ટીમ ઈન્ડીયાની ચિંતાઓ વધી ગઈ છે. આ પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ જણાયા હતા. 5 સપ્ટેમ્બરે તેઓ કોરોના સંક્રમિત જણાયા બાદ તેમને ક્વોરન્ટાઈન હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

ત્યારબાદ તેમની સાથે સપોર્ટ સ્ટાફ તરીકે સૌથી નજીક રહેનારા અરુણ, શ્રીધર અને નિતીન પટેલને આઈસોલેશન હેઠળ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમના કોરોના પરીક્ષણ કરવામાં આવતા જેમાંથી અરુણ અને શ્રીધર બંને કોરોના પોઝિટીવ હોવાનું જણાઈ આવ્યુ હતુ.

 

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આગામી 10 સપ્ટેમ્પરે માન્ચેસ્ટરમાં અંતિમ ટેસ્ટ મેચ રમાનારી છે. આ પહેલા જ ભારત સામે આ મુશ્કેલી સામે આવી છે. બીસીસીઆઈના એક સુત્રએ જણાવ્યુ હતુ કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ જણાયા બાદ શાસ્ત્રીનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. તેમને હળવા લક્ષણ જેમકે ગળામાં તકલીફ જેવી સમસ્યા રહી હતી. તેઓ હવે બે સપ્તાહ માટે આઈસોલેશનમાં રહેશે. આગળની ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી શરુ થનારી છે. આમ શાસ્ત્રી ટીમ સાથે નહીં જાય. તેમનું આઈસોલેશન ટેસ્ટ ખતમ થવા બાદ જ સમાપ્ત થશે.

 

આમ આ રીતે ટીમ ઈન્ડીયાના ત્રણેય કોચ કોરોનાને લઈને બેટીંગ કોચ વિક્રમ રાઠોડ હવે કોચિંગનું કાર્ય સંભાળશે. સુત્રએ ઉમેર્યુ હતુ કે જ્યાં સુધી ફિઝીયોની વાત છે તો ટીમની પાસે યોગેશ પરમારના રુપમાં બેકઅપ છે. બે ટ્રેનર નિક અને સોહમ પણ છે. તેમના સિવાય પણ ચાર સપોર્ટ સ્ટાફ ઉપલબ્ધ છે.

આ રીતે થયા સંક્રમિત!

એવી પણ સંભાવના માનવામાં આવી રહી છે કે કોચ રવિ શાસ્ત્રી તેમની બુકના પ્રસંગને લઈને સંક્રમિત થયા હોઈ શકે છે. શાસ્ત્રી હોટલમાં તેમના પુસ્તકના રિલીઝના પ્રસંગે સંક્રમિત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે એ દરમ્યાન કેટલાક બહારના મહેમાન તેમાં આવ્યા હતા. જેમાં શાસ્ત્રી ઉપરાંત નિતીન પટેલ, ભરત અરુણ અને શ્રીધર પણ હાજર હતા.

 

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!

આ પણ વાંચોઃ Sabarkantha: બડોલીની મહિલાઓ નારિયેલના વેસ્ટમાંથી તૈયાર કરે છે ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી સુંદર પ્રતિમાઓ

 

 

Next Article