AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!

અજીંક્ય રહાણે (Ajinkya Rahane) છેલ્લા કેટલાક સમય થી સતત પ્રદર્શન નિષ્ફળ કરી રહ્યો છે. જેને લઇને હવે તેના પર ટીમમાં સ્થાન જાળવવુ મુશ્કેલ બની શકે છે.

IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!
Ajinkya Rahane
| Updated on: Sep 06, 2021 | 4:18 PM
Share

અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ઇંગ્લેન્ડ સામે ચોથા ટેસ્ટમાં પણ નિષ્ફળ રહ્યો હતો. ઓવલ ટેસ્ટ (Oval Test) બીજી બેટીંગ ઇનીંગમાં ભારતીય ટીમ (Indian Team)ના વાઇસ કેપ્ટન 8 બોલમાં ખાતુ ખોલ્યા વિના જ આઉટ થયો હતો. તે ક્રિસ વોક્સનો શિકાર થયો હતો અને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. આ સાથે જ અજીંક્ય રહાણેનુ ખરાબ પ્રદર્શનનો સિલસીલો લંબાઇ ગયો હતો. પાછળના કેટલાક સમય થી તે સતત સારુ પ્રદર્શન દર્શાવવા થી નિષ્ફળ રહે છે. હવે તેનુ સ્થાન ટીમમાં ખતરામાં છે. ઇંગ્લેન્ડ સામે વર્તમાન સિરીઝમાં ચાર ટેસ્ટની સાત ઇનીંગમાં તે માત્ર 109 રન બનાવી શક્યુ છે.

તેના બેટ વડે માત્ર એક જ ફિફ્ટી નિકળી છે. સીરીઝમાં તેની સરેરાશ 15.57 ની રહી છે. ભારતના સ્પેશીયાલિસ્ટ બેટ્સનોની યાદીમાં રન બનાવવાના મામલામાં તે સૌથી નિચે છે. 61 રનની તેની એક ઇનીંગ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. જો આ સ્કોરને નિકાળી દેવામાં આવે તો, બાકીની છ ઇનીગમાં તે 48 રન બનાવી શક્યો છે. રહાણેની નિષ્ફળતા ટીમ ઇન્ડીયાના ભારે પડી રહી છે, ટીમને મીડલ ઓર્ડર થી રન નથી મળી રહ્યા.

એક બાજુ ભારતીય ટીમના વાઇસ કેપ્ટનને બહાર બેસાડવા માટે માંગ થઇ રહી છે. તેના સ્થાને હનુમા વિહારી કે સૂર્યકુમાર યાદવ જેવા બેટ્સમેનને સમાવવા માટે માંગ કરાઇ છે. એક હદે જોવામાં આવે તો, રહાણેને બહાર રાખવાની માંગ વાજબી પણ લાગી રહી છે. વર્ષ 2020 ની શરુઆતની બાદ ટેસ્ટ ક્રિકેટમાં 31 બેટ્સમેનોએ 1000 બોલનો સામનો કર્યો છે. જેમાં અજીંક્ય રહાણેની બેટીંગ સરેરાશ નિચેથી બીજા નંબર પર છે. તેના થી નિચે ફક્ત વેસ્ટઇન્ડીઝનો જોસુઆ ડી સિલ્વાનુ નામ છે.

ડી સિલ્વા વિકેટકીપર બેટ્સમેન છે અને બેટીંગ તેની મોટી તાકાત નથી. વર્ષ 2017 બાદ થી ફક્ત 2019 જ એવુ વર્ષ હતુ જયારે રહાણેનુ પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ હતુ. બાકીના સમયમાં તેનુ પ્રદર્શન સરેરાશ રહ્યુ હતુ.

આ વર્ષે રહાણે 11 ટેસ્ટમાં ફક્ત 2 જ અર્ધશતક લગાવ્યા

રહાણેએ 2021 ના વર્ષ દરમ્યાન 11 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે માત્ર 2 જ અર્ધશતક નોંધાવ્યા છે. સાથે જ વર્ષ 2018ના બાદથી તેના બેટ થી ફક્ત ત્રણ શતક નિકળ્યા છે. આ દરમ્યાન તેણે 23 ટેસ્ટ મેચ રમી છે. કોઇ પણ ટીમના નંબર પાંચના બેટ્સનુ આવુ પ્રદર્શન ચિંતાજનક હોય છે. ઇંગ્લેન્ડ સામે અજીંક્ય રહાણેના આંકડા બગડી ચુક્યા છે. આ ટીમ સામે 21 ટેસ્ટ મેચ રમવા બાદ તેની બેટીંગ સરેરાશ 22.70 ની રહી છે. ઇંગ્લેન્ડ સામે 20 કે તેથી વધારે ટેસ્ટ મેચ રમનારાટપ 6 બેટ્સમેનોમાં આ સૌથી ખરાબ સરેરાશ છે.

7 વર્ષ માં સૌથી ખરાબ બેટીંગ સરેરાશ

સતત નબળી બેટીંગને લઇને અજીંક્ય રહાણેની ટેસ્ટ સરેરાશ 40 થી નિચે આવી ગઇ છે. હાલમાં 78 ટેસ્ટ બાદ રહાણેની સરેરાશ 39.63ની છે. ડિસેમ્બર 2014 બાદ થી તેની સૌથી ઓછી સરેરાશ હાલમાં છે. ત્યારે તેની બેટીંગ સરેરાશ 39.57 હતી. 2015માં દક્ષિણ આફ્રિકા સામે નાગપુર ટેસ્ટ બાદ પ્રથમ વખત રહાણેની સરેરાશ 40 થી નિચે આવી ગઇ છે. રહાણેના આંકડાઓ જોઇને એ ખ્યાલ આવે કે ઓક્ટોબર 2016 સુધીમાં 50 ઇનીંગ બાદ તેમની બેટીંગની સરેરાશ 51.37 ની છે. નવેમ્બર 2016ની બાદ તેની સરેરાશ 33.07 ની રહી છે.

આ પણ વાંચોઃ Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

આ પણ વાંચોઃ Jos buttlerના ઘરે પુત્રીનો જન્મ, રાજસ્થાન રોયલ્સે શુભકામના પાઠવી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">