Sabarkantha: બડોલીની મહિલાઓ નારિયેલના વેસ્ટમાંથી તૈયાર કરે છે ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી સુંદર પ્રતિમાઓ

પર્યાવરણને અનુરુપ પ્રતિમાઓનો ઉપયોગ ગણેશ મહોત્સવ (Ganesh Mahotsv) દરમ્યાન કરવાની જાગૃતિ ખૂબ વધી રહી છે. માટે જ હવે તેની માંગ પણ વધવા લાગી છે. બડોલીની આ મહિલાઓ વર્ષોથી અહી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી રહી છે.

Sabarkantha: બડોલીની મહિલાઓ નારિયેલના વેસ્ટમાંથી તૈયાર કરે છે ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી સુંદર પ્રતિમાઓ
Ganesha made from coconut waste

ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ની શરુઆત થવાને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે. ગણેશજીની વિવિધ પ્રતિમાઓ આ દિવસો દરમ્યાન ખૂબ જ આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. આ દરમ્યાન ઇડર (Idar) ના બડોલીની યુવતીઓ અને મહિલાઓ નારિયેળ (Coconut) ના છોતરાંઓમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવે છે. સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી મુર્તીઓની માંગ પણ ખૂબ રહેતી હોય છે.

સાબરકાંઠા (Sabarkantha) નુ બડોલી એટલે હવે અહીંને ગણેશજીની મૂર્તીઓને લઇને વધારે ઓળખ ધરાવે છે. અહી મોટા પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનુ નિર્માણ કરવામાં આવે છે. અહીં સ્થાનિક યુવતીઓ અને મહિલાઓ નારિયેળના છોતરાંઓમાંથી ગણેશજીના પ્રતિમા બનાવે છે. ગણેશજીની પ્રતિમા હાલમાં સરકાર દ્વારા સાઇઝ નિયત કરવાને લઇને આ માટે તેઓ લાંબાં સમય થી રાહ જોઇ રહ્યા હતા. આ દરમ્યાન હવે 4 ફુટની પ્રતિમાંઓને લઇને સરકારે નિર્ણય લીધો છે. જેને લઇને હવે અહીં 4 ફુટની પ્રતિમાઓ તૈયાર કરવાનુ કાર્ય પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પણે ઇકો ફ્રેન્ડલી મૂર્તીઓ અહી બનાવાય છે.

અહી સુંદર પ્રતિમાઓને ઓપ આપતી મહિલા આર્ટીસ્ટ હિરલ પરમાર અને અરુણા પરમારે તેમના કામ અંગે વાત કરતા કહ્યુ હતુ. અમે અહી દરરોજ નિયમીત રુપે ગણેશજીની પ્રતિમા બનાવીએ છીએ, હાલમાં અમે ઘણાં મોડા છીએ નિયમોની જાણકારીની રાહ જોવામાં પણ છતાં અમે ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવીને આપી રહ્યા છીએ. અમે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માટે નારિયલેના છોતરાનો ઉપયોગ કરીએ છીએ, સાથએ જ ઉનના દોરા અને કાપડ તેમજ માટીનો ઉપયોગ કરીએ છીએ, જેથી પાણીમાં નાંખવા થી તે સરળતા થી ઓગળી જાય છે.)

ધાર્મિક મંદિરોથી મળે છે રો-મટીરિયલ

આસપાસના ધાર્મિક મંદિરો પાસે થી નારિયેળના છોતરાઓનો વેસ્ટ યુવતીઓ દ્વારા લઇ આવવામાં આવે છે. ત્યાર બાદ તેને સાફ કરવામાં આવે છે. સાફ કરેલ છોતરાંઓના રેસા વડે તેના ગુચ્છા અને પડ તૈયાર કરવામાં આવે છે. જેના ઉપયોગ વડે ગણપતિની સુંદર પ્રતિમાઓનુ નિર્માણ શરુ કરવામાં આવે છે. પ્રતિમાની ઉપરનો શણગાર પણ સંપૂર્ણ પણે ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવે છે. આમ સુંદર સજાવટ સાથે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાંઓને તૈયાર કરવામાં આવે છે. આ માટે લગભગ 35 જેટલી મહિલાઓ પોતાના ઘર કામ સિવાયના સમયમાં વારાફરતી આ કામ માટે જોડાય છે. અહિની પ્રતિમાઓની માંગ અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઇ સુધી રહેતી હોય છે.

કલા પ્રત્યેનો શોખ અહી સુધી દોરી ગયો

ગૃહિણી મહિલાઓ અને યુવતીઓને આ કામની દિશા બતાવી રોજગારી અપાવવાનુ કાર્ય ગામના જ ઇન્દુસિંહ રાઠોડે શરુ કર્યુ હતુ. કલા પ્રત્યેના તેમના શોખને લઇને તેઓને પર્યાવરણને અનુકૂળ પ્રતિમાઓ બનાવવાની પહેલા કરવાનો વિચાર બે દાયકા પહેલા આવ્યો હતો. તેઓએ તેમાં મહિલાઓને જોડીને આ સફળતા મેળવી છે.

ઇન્દુસિંહ રાઠોડ રાઠોડ કહે છે, આ વર્ષે અમે ઘણી રાહ જોયા બાદ ગણેશની પ્રતિમાઓ બનાવવાનુ શરુ કરેલ છે. કોરોનાને લઇને અમે રાહ જોઇ હતી. અમારી પર પ્રતિમાઓની માંગના ખૂબ ફોન આવે છે. ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવીએ છીએ, માટે જ તેની માંગ અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં રહે છે.

હાલમાં કોરોના કાળને લઇને મહિલાઓને ગણેશજીની પ્રતિમાઓને લઇને મુશ્કેલી અનુભવવી પડી રહી છે. ગત વર્ષે પણ ખૂબ જ મુશ્કેલી અનુભવવા બાદ આ વર્ષે પણ કોરોનાની માઠી અસર પડી રહી છે. ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવતી આ મહિલાઓ એ પણ આ મુશ્કેલ તબક્કાનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!

આ પણ વાંચોઃ Aravalli: મોડાસાની સરકારી ITI સંસ્થાની વિશાળ જગ્યામાં ભૂમાફિયાઓનો ડોળો, ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરુ

Click on your DTH Provider to Add TV9 Gujarati