IND vs AUS : મેલબોર્નમાં પણ વરસાદ બગાડશે મેચની મજા! જાણો કેવું રહેશે હવામાન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે મેલબોર્નમાં બીજી મેચમાં પણ વરસાદની આગાહી છે. એવામાં વરસાદ સતત બીજી મેચની મજા બગાડી શકે છે.

કેનબેરામાં રમાયેલી પહેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ વરસાદે મુલાકાતી ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ કારણે મેચ 9.4 ઓવરથી આગળ વધી શકી નહીં. આ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. હવે ભારતીય ટીમ મેલબોર્નમાં જીતની આશા રાખી રહી છે, પરંતુ અહીં પણ હવામાન ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે.
મેલબોર્નમાં હવામાન કેવું રહેશે?
કેનબેરા પછી, મેલબોર્નથી પણ વરસાદને લઈ કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા . અહીંનું હવામાન પણ બીજી મેચમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. AccuWeather મુજબ, શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ શહેરમાં વરસાદની 87 ટકા શક્યતા છે અને 99 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. હળવો વરસાદની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની 17 ટકા શક્યતા પણ છે.
બપોરે 1:45 વાગ્યે શરૂ થશે મેચ
આ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. બપોરના સમયે, જ્યારે મેચનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વરસાદની 71 ટકા શક્યતા છે અને 1.4 મીમી વરસાદ પડવાની પણ શક્યતા છે.
મેલબોર્નની પિચ કેવી રમશે?
સિઝનની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે. આ ગ્રાઉન્ડ સામાન્ય રીતે T20I મેચોમાં જોવા મળતી બેટિંગ ફ્રેન્ડલી પિચ કરતાં થોડું વધુ બોલર-ફ્રેન્ડલી માનવામાં આવે છે. વધુમાં, ગ્રાઉન્ડનું મોટું કદ બોલરો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસે મેચ પહેલા જણાવ્યું હતું કે MCG એ તાજેતરમાં કેટલીક હાઈ સ્કોરિંગ BBL મેચોનું આયોજન કર્યું છે. એલિસે કહ્યું, “મને લાગે છે કે બીજી T20I મેચ પણ સારા હાઈ સ્કોરિંગ મેચ બની શકે છે.”
આ પણ વાંચો: IND W vs AUS W: વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ, ટુર્નામેન્ટમાં કુલ 18 કેચ છોડાયા
