AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: બોલની પાછળ દોડી જોરદાર ડાઈવ લગાવી શુભમન ગિલે રિષભ પંતનો ચોંકાવનારો કેચ લીધો

દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં, ભારત A ના કેપ્ટન શુભમન ગિલે અદભૂત કેચ લીધો હતો. શુભમને આ કેચ લઈને ઈન્ડિયા બીના વિકેટકીપર રિષભ પંતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઈન્ડિયા-Bના સ્ટાર ખેલાડીઓ મેદાન પર કંઈ જ અદભૂત પ્રદર્શન કરી શક્યા ન હતા.

Video: બોલની પાછળ દોડી જોરદાર ડાઈવ લગાવી શુભમન ગિલે રિષભ પંતનો ચોંકાવનારો કેચ લીધો
Shubman Gill Catch (Photo BCCI)
| Updated on: Sep 05, 2024 | 7:11 PM
Share

દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં ભારત A ના કેપ્ટન શુભમન ગિલે કંઈક એવું કર્યું જેને જોઈને ચાહકો તેને સલામ કરવા મજબૂર થઈ જશે. શુભમન ગિલ સામાન્ય રીતે બેટથી કમાલ બતાવે છે, પરંતુ આ વખતે તેણે તેની ફિલ્ડિંગની કુશળતા બતાવી. શુભમન ગિલે ઈન્ડિયા-Bના વિકેટકીપર રિષભ પંતનો કેચ પકડ્યો હતો. આ કોઈ સામાન્ય કેચ નહોતો. શુભમન ગિલે મેદાનમાં લાંબી દોડ લગાવી અને બોલની પાછળ દોડતા ડાઈવિંગ કરીને આ કેચ લીધો હતો. શુભમનના આ કેચના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

ગિલે 36મી ઓવરમાં દિલ જીતી લીધું

36મી ઓવરના બીજા બોલ પર આકાશ દીપે રિષભ પંતને બોલ ફેંક્યો. રિષભે શોટ ફટકાર્યો અને બોલ મિડ-ઓફથી થોડો દૂર હવામાં ગયો. આવી સ્થિતિમાં મિડ-ઓફ પર ઊભેલો ઈન્ડિયા-Aનો કેપ્ટન શુભમન ગિલ બોલની દિશાના પાછળ દોડ્યો અને પછી તેણે ડાઈવ લગાવી. એક સમયે એવું લાગતું હતું કે ગિલ બોલ સુધી પહોંચી શકશે નહીં. પરંતુ ગિલે અદભૂત કેચ પકડ્યો. કેચ લેતી વખતે ગિલ નીચે પડી ગયો અને તેને નાની ઈજા થઈ, જોકે તે એકદમ ઠીક દેખાઈ રહ્યો હતો.

રિષભ પંત માત્ર 7 રન બનાવીને આઉટ

ગિલના શાનદાર કેચને કારણે પંતને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ ડાબોડી બેટ્સમેન માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. બે વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પંત માટે આ પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ હતી. માત્ર પંત જ નહીં પરંતુ ઈન્ડિયા Bના અન્ય સ્ટાર ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલે 30 રનની ઈનિંગ રમી હતી. સરફરાઝ ખાન માત્ર 9 રન બનાવી શક્યો હતો અને વોશિંગ્ટન સુંદર ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ નિષ્ફળતા સ્ટાર ખેલાડીઓ માટે સારા સમાચાર નથી, કારણ કે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચ બાદ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો: શું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પાકિસ્તાનની બહાર ખસેડવામાં આવશે? શરમજનક હાર પછી આ કેવી મુસીબત?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">