T-20 વર્લ્ડ કપની ટ્રોફી પર પાકિસ્તાની ટીમ આ રીતે કરશે કબ્જો, આખો પ્લાન જાણી દંગ રહી ગયા લોકો
પાકિસ્તાનની ટીમ પાસે હજુ પણ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી પર કબ્જો મેળવા માટેનો સરળ પ્લાન છે. આ પ્લાન એક પાકિસ્તાની શખ્સ જણાવી રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટી-20 વર્લ્ડ કપમાં હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સેમીફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ છે. સેમીફાઈનલમાં આવવા માટે પાકિસ્તાને તેની બાકીની તમામ મેચ જીતવી પડશે અને સાથે સાથે જો ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ તેની બાકીની બન્ને મેચ હારે તો જ તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે. પાકિસ્તાનની ટીમ પાસે હજુ પણ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી પર કબ્જો મેળવા માટેનો સરળ પ્લાન છે. આ પ્લાન એક પાકિસ્તાની શખ્સ જણાવી રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક પાકિસ્તાની શખ્સ કેપ્ટન બાબર આઝમને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી પર કબ્જો મેળવા માટેનો પ્લાન B જણાવે છે. આ શખ્સ વીડિયોમાં કહે છે છે કે બાબર આઝમ… હવે ફકત એક જ વિકલ્પ બચેલો છે. તમે મેચ છોડો અને આઈસીસીના રુમમાં જઈ ટ્રોફી ચોરી કરીને પાકિસ્તાન લઈ આવો. ટ્રોફી જ નહીં હશે તો કોઈ ફાઈનલ જ નહીં થાય અને ટ્રોફી આપડી થશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Pakistan ke pass last option yhi h bas 🤣#INDvsBAN pic.twitter.com/nLDVaFDrJU
— Master_The_Memer 😎 (@Master_Memer_) November 2, 2022
આ રમૂજી વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @Master_Memer_ નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારેલી પાકિસ્તાની ટીમ પાસે છેલ્લે આજ રસ્તો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, એક ટ્રોફી ઈમાનદારીથી જીતી નથી શકતા અને આ લોકોને કશ્મીર જોઈએ છે. અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ આવી રમૂજી પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા.