WTC : હારને કારણે ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, હવે WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે?

|

Oct 20, 2024 | 2:29 PM

ભારતીય ટીમને ન્યુઝીલેન્ડની સામે હારનો મોટો ઝટકો લાગ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતને હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આગામી 2 ટેસ્ટ મેચ જીતવાની રહેશે.

WTC  : હારને કારણે ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, હવે WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે?

Follow us on

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 8 વિકેટથી હાર મળી છે. આ હારથી ભારતને મોટો ઝટકો લાગ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતને હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આગામી 2 ટેસ્ટ મેચ જીતવી પડશે અને સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સીરિઝમાં ઓછામાં ઓછી 2 મેચમાં જીત મેળવવી પડશે. હાર બાદ પણ ભારતીય ટીમ World Test Championshipના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે પરંતુ આવનારી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કરી જીત મેળવવી પડશે. આ હારની સાથે ભારતની જીતની શક્યતા 68 ટકા થઈ ગઈ છે.

ફાઈનલમાં પહોંચવા માટે 4 થી 5 ટેસ્ટ જીતવી જરુરી

બેંગ્લુરુ ટેસ્ટ મેચ બાદથી ભારતીય ટીમે હવે 7 ટેસ્ટ મેચ રમશે. જેમાંથી ભારતને ઓછામાં ઓછા 4 ટેસ્ટ મેચમાં જીત મેળવવી પડશે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને 5 ટેસ્ટ મેચ વધુ રમવાની છે. એટલે કે, ભારતની પાસે 7 ટેસ્ટ મેચ છે. આ દરમિયાન ભારતીય ટીમને ઓછામાં ઓછી 4 મેચમાં હવે જીત મેળવવી પડશે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

 

ઈંગ્લેન્ડની ટીમ સંકટમાં

ન્યુઝીલેન્ડની ટીમની જીતથી ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. હવે ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાન પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પાંચમા નંબર પર છે. તમને જણાવી દઈએ કે, પહેલા ઈંગ્લેન્ડની ટીમ ચોથા નંબર પર હતી. હાલમાં શ્રીલંકાની ટીમ ત્રીજા નંબર છે. ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે.

ન્યુઝીલેન્ડની ટીમ રેસમાં

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા હાલમાં ભારતના નજીકના હરીફ છે, પેટ કમિન્સની ટીમ 62 ટકા સાથે બીજા નંબર છે. ભારત પર ન્યુઝીલેન્ડની જીતનો કીવી ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની રેસમાં પરત લાવી છે. કારણ કે, તે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાને પાછળ છોડી ચોથા સ્થાન પર આવી ગઈ છે. ન્યુઝીલેન્ડ નવેમ્બર મહિનામાં 3 ટેસ્ટ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારત પણ તેમની આગામી ટેસ્ટમાં જીત મેળવી સ્થિતિ વધુ મજબુત કરી શકે છે. ન્યુઝીલેન્ડની ટીમ હવે ટોપ 2માં સ્થાન મેળવવાની રેસમાં છે.

ભારતે 2 વખત WTC ફાઈનલમાં સ્થાન બનાવ્યું

આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનસિપની 2 ફાઈનલ રમાઈ હતી. બંન્ને વખત ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે પરંતુ એક વખત ન્યુઝીલેન્ડે અને એક વખત ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીતવાનું સપનું તોડ્યું છે. આ વખતે પણ ભારતીય ટીમ WTC ફાઈનલમાં સ્થાન બનાવવાની પ્રબળ દાવેદાર છે.

Next Article