હવે વર્લ્ડ કપનો જંગ શરૂ થશે, ભારત-શ્રીલંકા મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
એશિયા કપ પૂર્ણ થયા બાદ હવે વર્લ્ડ કપની જંગ શરુ થશે. ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાન સામે ટકરાશે. આ મહિલા વર્લ્ડ કપ ક્યારે શરુ થશે? કેટલી મેચો રમાશે અને ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો આ આર્ટીકલમાં.

એશિયા કપ પછી, વર્લ્ડ કપનો જંગ શરૂ થવાનો છે. 30 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટની પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મહિલા વનડે વર્લ્ડ કપમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 31 મેચ રમાશે. બધી ટીમો લીગ તબક્કામાં સાત-સાત મેચ રમશે. પાકિસ્તાન ટીમ તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. પાકિસ્તાન મહિલા ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે નહીં.
આઠ ટીમ, 31 મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપનો પહેલો મુકાબલો ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ઉદ્ઘાટન સમારોહ પણ યોજાશે. પાકિસ્તાન સિવાયની તમામ સાત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે. ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ફાઈનલ 2 નવેમ્બરે રમાશે.
Game faces on for the #CWC25 captains
Grab your tickets ahead of the first ball on September 30 here https://t.co/x4bsB7RGQn pic.twitter.com/FmltmQTXvI
— ICC (@ICC) September 26, 2025
વર્લ્ડ કપની પહેલી મેચ ક્યારે રમાશે?
મહિલા વનડે વર્લ્ડ કપમાં પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ રમાશે. ભારત -શ્રીલંકા મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલો, બપોરે 2:30 વાગ્યે થશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડ કપ મેચ લાઈવ ક્યાં જોઈ શકશો?
મહિલા વર્લ્ડ કપના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. તમે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો સ્ટાર સ્પોર્ટ્સ 1/HD અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી/HD પર ટીવી પર મેચો જોઈ શકો છો, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી પણ છે.30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ યોજાનારી આ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ JioHotstar એપ અથવા વેબસાઈટ પર જોઈ શકાય છે.
આ પણ વાંચો: પાકિસ્તાન ફરી ભારત સામે હારશે, 30 સપ્ટેમ્બરથી અભિયાન શરૂ થશે, આ રહેશે મહિલા વર્લ્ડ કપનું શેડ્યૂલ
