AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ટીમ ઈન્ડિયા પહેલી જ મેચ ખરાબ રીતે હારી, મંધાના-હરમનપ્રીત સહિત આખી ટીમ નિષ્ફળ ગઈ

T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ખરાબ રીતે હારી ગઈ હતી. T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ખાસ કરીને ફિલ્ડિંગ અને બેટિંગમાં ખેલાડીઓએ ખૂબ જ નિરાશ કર્યા હતા.

T20 World Cup: ટીમ ઈન્ડિયા પહેલી જ મેચ ખરાબ રીતે હારી, મંધાના-હરમનપ્રીત સહિત આખી ટીમ નિષ્ફળ ગઈ
Harmanpreet Kaur & Jemimah RodriguesImage Credit source: ICC
| Updated on: Oct 05, 2024 | 3:13 PM
Share

T20 વર્લ્ડ કપ 2024ની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. દુબઈમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ એકતરફી રીતે 58 રનથી હારી ગઈ હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 160 રન બનાવ્યા અને જવાબમાં ટીમ ઈન્ડિયા કોઈક રીતે 100 રનને પાર કરવામાં સફળ રહી. સ્ટાર બેટ્સમેનોથી સજ્જ ભારતીય ટીમ છગ્ગા અને ચોગ્ગા માટે તડપતી રહી અને ટીમ હારી થઈ.

ટીમ ઈન્ડિયાની બેટિંગ નિષ્ફળ ગઈ

દુબઈમાં આઉટ થનારી પ્રથમ બેટ્સમેન શેફાલી વર્મા હતી જે માત્ર 2 રન બનાવી શકી હતી. મંધાનાએ 12 રન, હરમનપ્રીત કૌરે 15 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે માત્ર 13 રન બનાવ્યા હતા. રિચા ઘોષ 12 રન બનાવીને અને દીપ્તિ શર્મા 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના ટોપ 6 બેટ્સમેનમાંથી 4નો સ્ટ્રાઈક રેટ 100થી ઓછો હતો. ભારતીય ટીમ માત્ર 19 ઓવર રમી શકી અને 102 રન બનાવ્યા. અહીં નોંધનીય બાબત એ છે કે ટીમ ઈન્ડિયાની એક પણ ખેલાડી 20 રનના આંકડા સુધી પહોંચી શકી નહીં. હરમનપ્રીતે સૌથી વધુ 15 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડે શાનદાર રમત બતાવી

દુબઈમાં ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર રમત બતાવી. સૌથી મહત્વની વાત એ છે કે કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીત્યો અને સુઝી બેટ્સ અને પ્લિમરે ટીમને શાનદાર શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ મળીને 67 રન જોડ્યા હતા. આ પછી કપ્તાન ડિવાઈને મિડલ ઓર્ડરમાં અણનમ 57 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 160 રન સુધી લઈ ગયો. બીજા દાવમાં પિચ ધીમી પડી અને તેનો ફાયદો ન્યુઝીલેન્ડના સ્પિનરોને મળ્યો. રોઝમેરી મેયરે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. તાહુહુને 3 અને કાર્સનને 2 વિકેટ મળી હતી. એમિલિયા કારને એક વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયાનો રસ્તો મુશ્કેલ બની ગયો

ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. કારણ કે હવે ટીમ ઈન્ડિયાની ત્રણમાંથી બે મેચ મુશ્કેલ છે. ભારતીય ટીમે આગામી મેચ 6 ઓક્ટોબરે રમવાની છે. ભારતીય ટીમ 9 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે. ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સાથે 13મી ઓક્ટોબરે મેચ છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ખેલાડીઓ સ્વાર્થી કેમ છે? અશ્વિને આપ્યું મોટું કારણ, કહ્યું- મને દયા આવે છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">