Women’s World Cup 2022 Squads: મહિલા વિશ્વકપમાં 8 દેશ વચ્ચે જામશે જંગ, ખેલાડીઓ તૈયાર, જાણો અહીં દરેક ટીમ વિશે

|

Mar 02, 2022 | 10:10 AM

ICC મહિલા વનડે વર્લ્ડ કપ (Icc Women World Cup 2022) 4 તારીખથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સામે કરશે.

Women’s World Cup 2022 Squads: મહિલા વિશ્વકપમાં 8 દેશ વચ્ચે જામશે જંગ, ખેલાડીઓ તૈયાર, જાણો અહીં દરેક ટીમ વિશે
વિશ્વકપમાં ભાગ લેનાર ક્રિકેટ ટીમોની જુઓ સંપૂર્ણ યાદી

Follow us on

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 (Icc Women World Cup 2022) 4 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 3 એપ્રિલે રમાશે. ટૂર્નામેન્ટ માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ કરી લીધી છે. 4 તારીખે પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) તેના અભિયાનની શરૂઆત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ (Pakistan Women Cricket Team) સામે કરશે. આ મેચ 6 તારીખે માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે યજમાન પદ ન્યુઝીલેન્ડ પાસે છે.

ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. તમામ ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. અહીં તમને દરેક ટીમ વિશે બતાવીશું.

ભારતીય ટીમ

મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, તાનિયા ભાટિયા, રાજેશ્વર ગાયકવાડ, રિચા ઘોષ, ઝુલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના, મેઘના સિંહ, પૂનમ યાદવ, સ્નેર રાણા, રેણુકા સિંહ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકર.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વેસ્ટ ઇન્ડીઝ ટીમ

સ્ટેફની ટેલર (કેપ્ટન), અનીસા મોહમ્મદ, આલિયા આલિયાન, શિમાને કેમ્પબેલ, શામિલિયા કોનેલ, ડીઆન્ડ્રા ડોટિન, એફી ફ્લેચર, ચેરી એન ફ્રેઝર, ચિનલી હેનરી, કેસિયા નાઈટ, હેલી મેથ્યુસ, ચેડિન નેશન, કરિશ્મા રામહરાક, શાકીરા સેલમેન અને રશાદા વિલિયમ્સ.

ઇંગ્લેન્ડ ટીમ

હીથર નાઈટ (કેપ્ટન), નેટ સ્ક્રાઇવર (વાઈસ-કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, કેથરીન બ્રન્ટ, કેટ ક્રોસ, ફ્રેયા ડેવિસ, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટોન, ટેશ ફેરાન્ટ, એમી જોન્સ, એમ્મા લેમ્બ, અન્યા શ્રબસોલ, વોરેન વિનફિલ્ડ હિલ અને ડેની વ્યાટ.

દક્ષિણ આફ્રિકા ટીમ

સુને લ્યુસ (કેપ્ટન), ચોલે ટ્ર્યોન, તાજમીન બ્રિટ્સ, ત્રિશા ચેટ્ટી, મિગ્નોન ડુ પ્રીઝ, લારા ગુડૉલ, શબનિમ ઈસ્માઈલ, સિનાઓ જાફા, મરિયાને કેપ્પ, અયાબોંગા ખાકા, મસાબાતા ક્લાસ, લિઝેલ લી, નોનકુલુલેકો મ્લાબા, તુમી શેખુખુને, લોરા વોલવાડોટ.

ન્યુઝીલેન્ડ ટીમ

સોફી ડેવાઇન (કેપ્ટન), એમી સ્ટારથવેટ (વાઈસ-કેપ્ટન), સુઝ બેટ્સ, લોરેન ડાઉન, મેડી ગ્રીન, બ્રુક હેલીડે, હેલી યાનસન, ફ્રેન જોન્સ, જેસ કેર, એમેલિયા કેર, ફ્રાન્સિસ મેકકોય, રોઝમેરી મેયર, કેટી માર્ટિન, હેન્ના રોવે અને લિયા તુહુહૂ.

બાંગ્લાદેશ ટીમ

નિગાર સુલતાન (કેપ્ટન), ફાહિમા ખાતુન, ફરગાના હક, ફારીહા તૃષ્ણા, જહાનારા આલમ, લતા મોંડલ, શોભના મોસ્ત્રી, મુર્શીદા ખાતુન, નાહિત અખ્તર, રિતુ મોની, રૂમાના અહેમદ, સલમા ખાતુન, શમીમ સુલતાના, શર્મિન અખ્તર અને સુરૈયા આઝમીન.

ઓસ્ટ્રેલિયા ટીમ

મેગ લેનિંગ (કેપ્ટન), રશેલ હાયનેસ (વાઈસ-કેપ્ટન), ડાર્સી બ્રાઉન, નિકોલા કેરી, એશ્લે ગાર્ડનર, ગ્રેસ હેરિસ, એલિસા હીલી, જેસ જોનાસન, એલ્ના કિંગ, તાહિલા મેકગ્રા, બેથ મૂની, એલિસા પેરી, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ અને અમાન્દા જેડ વેલિંગ્ટન.

પાકિસ્તાન ટીમ

બિસ્માહ મારૂફ (કેપ્ટન), નિદા દાર (વાઈસ-કેપ્ટન), આયમાન અનવર, ઈલિયા રિયાઝ, અનમ અમીન, ડાયના બેગ, ફાતિમા સના, ગુલામ ફાતિમા, ઝેવિયર ખાન, મુનીબ અલી, નાહિદા ખાન, નશરા સંધુ, ઓમૈમા સુહેલ, સિદ્રા અમીન, સિદરા નવાઝ.

 

આ પણ વાંચોઃ ISSF World Cup: સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીતી ભારતને અપાવ્યો પ્રથમ મેડલ, ઇશા સિંહે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો

આ પણ વાંચોઃ IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

Next Article