ODI Wolrd Cup Qualifier : ઝિમ્બાબ્વેએ ODI ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી, ભારત હજી પણ ટોપ પર
ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં યજમાન ટીમે વિરોધી ટીમ સામે મોટી જીત હાંસલ કરી હતી. ઝીમ્બાબ્વેની ટીમે USAને 304 રને હરાવી વનડે ક્રિકેટમાં બીજી સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની 17મી મેચમાં ઝિમ્બાબ્વેઅને USA વચ્ચેના મુકાબલામાં ઝીમ્બાબ્વેએ USAને 304 રનથી હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેના 409 રનના વિશાળ ટાર્ગેટના જવાબમાં અમેરિકાની આખી ટીમ માત્ર 104 રનમાં જ સમેટાઈ ગઈ હતી. રનના મામલે ઝિમ્બાબ્વેએ ODI ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી હતી.
ઝિમ્બાબ્વે વનડેમાં પહેલીવાર 400 રન ફટકાર્યા
ઝિમ્બાબ્વેના કેપ્ટન સીન વિલિયમ્સની શાનદાર સદી, જોયલોર્ડ ગુમ્બીની દમદાર ફિફ્ટી, રેયાન બર્લેના 16 બોલમાં ધમાકેદાર 47 રન અને સિકંદર રઝાના 27 બોલમાં 48 રનની મદદથી ઝીમ્બાબ્વેએ સ્કોર બોર્ડ પર 6 વિકેટ ગુમાવીને 408 રન બનાવ્યા હતા. આ સાથે જ ઝિમ્બાબ્વેએ વનડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત 400 રનનો આંકડો પાર કર્યો હતો.
ZIMBABWE IN THIS TOURNAMENT >>>
This is the second-highest margin of victory in men’s ODI history 🔥
SCORECARD: https://t.co/QBgz2MLvkd | #ZIMvUSA pic.twitter.com/N4nrWZLwQ4
— ESPNcricinfo (@ESPNcricinfo) June 26, 2023
409 રનનો વિશાળ ટાર્ગેટ
વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અમેરિકા સામે ઝિમ્બાબ્વેની ટીમે દમદાર પ્રદર્શન કર્યું હતું. ટીમના કેપ્ટન સીન વિલિયમ્સને USA સામે જોરદાર સદી ફટકારી હતી. વિલિયમ્સે 174 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિવાયક સિકંદર રઝા અને રેયાન બર્લે પણ બેટથી મહત્વનું યોગદાન આપ્યું હતું. રેયાને માત્ર 16 બોલમાં 47 રન ફટકાર્યા હતા અને USAને જીતવા 409 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
USA 104 રનમાં ઓલઆઉટ
409 રનના ટાર્ગેટનો પીછો કરતાં USAની ટીમ માત્ર 104 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અમેરિકાના બેટ્સમેનોએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને આખી ટીમ માત્ર 104 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સિકંદર રઝાએ બેટિંગ બાદ બોલિંગમાં પણ કમાલ કરતાં બે વિકેટ ઝડપી હતી.
174 off 101 deliveries 🏏
For his memorable knock in #ZIMvUSA, Sean Williams is the @aramco #POTM 👏 #CWC23 pic.twitter.com/Dd9P2M4moJ
— ICC Cricket World Cup (@cricketworldcup) June 26, 2023
આ પણ વાંચોઃ Ashes : ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતીય ખેલાડીની કરી બરાબરી
વનડે ઇતિહાસની બીજી સૌથી મોટી જીત
ઝિમ્બાબ્વેએ વનડે ક્રિકેટ ઈતિહાસમાં રનના મામલે બીજી સૌથી મોટી જીતનો મેળવી હતી. આ સાથે જ ઝિમ્બાબ્વે 300થી વધુ રનના માર્જિનથી જીતનારી વિશ્વની માત્ર બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરના ફોર્મેટમાં સૌથી મોટી જીત નોંધાવી છે. ભારતીય ટીમે 2023માં જ શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું અને આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.