AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : અભિષેક શર્માએ ICC રેન્કિંગમાં બનાવ્યો મોટો રેકોર્ડ, આ બાબતમાં બન્યો નંબર 1

ICCએ લેટેસ્ટ T20I રેન્કિંગ જાહેર કરી છે, જેમાં બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતનો આક્રમક ઓપનર અભિષેક શર્મા નંબર 1 પર તો યથાવત છે જ, સાથે જ તેણે રેટિંગ પોઈન્ટ મામલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જાણો તેણે કયો રેકોર્ડ હાંસલ કર્યો છે

Abhishek Sharma : અભિષેક શર્માએ ICC રેન્કિંગમાં બનાવ્યો મોટો રેકોર્ડ, આ બાબતમાં બન્યો નંબર 1
Abhishek SharmaImage Credit source: PTI
| Updated on: Sep 24, 2025 | 4:21 PM
Share

અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ન માત્ર પોતાનું નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ હવે રેટિંગમાં 900 પોઈન્ટનો આંકડો પણ પાર કરી લીધો છે. અભિષેક શર્મા 900 પોઈન્ટનો આંકડો પાર કરનાર ફક્ત ત્રીજો ભારતીય બેટ્સમેન છે.

અભિષેક શર્માના ICC રેન્કિંગમાં 907 પોઈન્ટ

T20Iમાં, સૂર્યકુમાર યાદવ 912 સાથે સૌથી વધુ રેટિંગ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે. વિરાટ કોહલી T20Iમાં 909 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો અને હવે અભિષેકના રેટિંગ પોઈન્ટ 907 પર પહોંચી ગયો છે. એશિયા કપમાં બે સારી ઈનિંગ્સ તેને નંબર 1 પર લઈ જઈ શકે છે.

સૌથી વધુ પોઈન્ટ મેળવનાર ડાબોડી બેટ્સમેન

અભિષેક શર્મા ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર ડાબોડી ભારતીય બેટ્સમેન બની ગયો છે. જો તે વધુ 13 રેટિંગ પોઈન્ટ મેળવે છે, તો તે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર T20 બેટ્સમેન બની જશે. ઈંગ્લેન્ડના ડેવિડ માલાને 2020માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 919 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા, જ્યારે અભિષેકના હાલ 907 પોઈન્ટ છે.

એશિયા કપમાં અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં

અભિષેક શર્મા એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે. તે રન, સિક્સર અને સ્ટ્રાઈક રેટમાં ટોપ પર છે. તેણે ચાર મેચમાં સૌથી વધુ 173 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 208 થી વધુ છે, અને તેણે અત્યાર સુધીમાં 12 સિક્સર અને 17 ચોગ્ગા ફટકાર્યા છે. જો તે આ ફોર્મ ચાલુ રાખશે, તો તેના માટે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કરવાનું સરળ બનશે.

ICC રેન્કિંગમાં નંબર 1 પર ભારતનો દબદબો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ T20 રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ટીમ T20Iમાં નંબર 1 ટીમ છે. અભિષેક શર્મા T20Iમાં નંબર 1 બેટ્સમેન છે, અને તિલક વર્મા નંબર 3 પર છે. વરુણ ચક્રવર્તી બોલિંગ રેન્કિંગમાં નંબર 1 પર છે. ઓલરાઉન્ડરોમાં હાર્દિક પંડ્યા નંબર 1 પર છે.

આ પણ વાંચો: Asia Cup 2025 : ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર ટકરાશે, આ મેચ ક્યારે અને ક્યાં જોવી લાઈવ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">