ICC Ranking: સિરાજ દુનિયાનો ત્રીજા ક્રમનો બોલર, વિરાટ કોહલી રેન્કિંગમાં ફરી ઉંચાઈ તરફ આગળ વધ્યો

|

Jan 18, 2023 | 9:47 AM

ICC ODI Ranking: ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝમાં મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલીએ જબરદસ્ત દેખાવ કર્યો હતો, જેનો સીધો ફાયદો આઈસીસી રેન્કિંગમાં જોવા મળ્યો છે.

ICC Ranking: સિરાજ દુનિયાનો ત્રીજા ક્રમનો બોલર, વિરાટ કોહલી રેન્કિંગમાં ફરી ઉંચાઈ તરફ આગળ વધ્યો
ICC Ranking: Siraj an Virat Kohli

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં આજે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. 3 મેચોની વનડે સિરીઝની શરુઆત પહેલા જ ભારતીય ટીમના ફેન્સ માટે સારા સમાચાર છે. વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ બંને હવે હવે વિશ્વના ટોપ ફાઈવ ખેલાડીઓની યાદીમાં પહોંચ્યા છે. કોહલી ફરી વાર આ યાદીમાં પહોંચ્યો છે, તો સિરાજ પ્રથમ વાર આ સ્થાન પર પહોંચ્યો છે. આઈસીસીના તાજા રેન્કિંગ મુજબ સિરાજે 15 સ્થાન કુદાવીને આ છલાંગ લગાવી છે.

આઈસીસીએ તાજા રેન્કિંગ જાહેર કર્યા છે. જેમાં સિરાજ અને વિરાટ કોહલીને માટે સારા સમાચાર રહ્યા છે. વિરાટ કોહલી હવે ફરીથી એ સ્થાન પર આગળ વધ્યો છે, જ્યાં તે પહેલા હતો. સિરાજ પણ હવે વિશ્વના ટોચના બોલરોમાં સ્થાન મેળવી ચુક્યો છે. હવે તેને આ સ્થાનને વધુ સુધારવા માટે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પોતાનુ સાતત્ય જાળવી રાખવુ પડશે.

સિરાજની જબરદસ્ત છલાંગ

હાલમાં સિરાજ જબરદસ્ત છવાયેલો છે. તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે પાવર પ્લેમાંજ મહત્વનુ કામ ટીમ ઈન્ડિયા માટે પાર પાડી રહ્યો છે. ડેથ ઓવરોમાં પણ અપેક્ષા મુજબનો દેખાવ કરી વિકેટ નિકાળી રહ્યો છે. હવે તે વિશ્વનો ત્રીજા ક્રમનો બોલર બની ચૂક્યો છે. નવા રેન્કિંગમાં તે 15 સ્થાન કૂદાવીને આ સ્થાન પર પહોંચ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ પહેલા તે સિરાજ 18માં ક્રમે હતો. પરંતુ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તેણે 9 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેના રેન્કિંગમાં સુધારો થયો હતો. હવે કિવી સાથે શરુ થઈ રહેલી વનડે સિરીઝમાં તેનો આ દેખાવ જાળવી રાખશે તો તે વિશ્વનો નંબર વન બોલર બની શકે છે. સિરાજ હાલમાં 865 પોઈન્ટ ધરાવે છે. જ્યારે તેનાથી આગળ બીજા સ્થાન પર 727 પોઈન્ટ સાથે જોશ હેઝલવુડ છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ 730 પોઈન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે.

વિરાટ કોહલીએ ચોથા ક્રમે પહોંચ્યો

વિશ્વમાં ટોચના ક્રમે રહી ચૂકેલો વિરાટ કોહલી ફરી એક વાર રેન્કિંગમાં પોતાની ઉંચાઈઓને જોઈ શક્યો છે. શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તિરુવનંતપુરમાં તેણે અણનમ 166 રનની ઈનીંગ રમી હતી. આ પહેલા પણ તે ગુવાહાટીમાં સદી નોંધાવી ચુક્યો હતો. આમ તેણે સિરીઝમાં 2 સદી નોંધાવી હતી, જેનો ફાયદો આઈસીસી રેન્કિંગમાં મળ્યો છે. વિરાટ કોહલી 8માં સ્થાને હતો અને હવે સીધો જ ચોથા સ્થાન પર પહોંચ્યો છે.

આ યાદીમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 887 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો રાસી ડેર ડુસેન 766 પોઈન્ટ અને ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો ક્વીન્ટ ડી કોક 759 પોઈન્ટ સાથે છે. વિરાટ કોહલીની છલાંગ સાથે ડેવિડ વોર્નર, ઈમામ ઉલ હક, કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથ એક એક સ્થાન પાછળ હટ્યા છે. ભારતીય સુકાની રોહિત શર્મા આ યાદીમાં 10માં ક્રમે છે. જે 704 પોઈન્ટ ધરાવે છે.

 

 

Published On - 9:46 am, Wed, 18 January 23

Next Article