પાકિસ્તાનની નાપાક હરકત બાદ ICCની મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી ભારત આવશે, શેડ્યૂલ જાહેર

|

Nov 16, 2024 | 5:03 PM

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ટ્રોફીને POK પણ લઈ જવામાં આવશે. પરંતુ BCCIએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં ICCએ હવે મોટો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનની નાપાક હરકત બાદ ICCની મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી ભારત આવશે, શેડ્યૂલ જાહેર
Champions Trophy Tour
Image Credit source: PTI/AFP/Getty

Follow us on

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ બધા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં જ કંઈક એવું કર્યું હતું જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની જાહેરાત

વાસ્તવમાં, PCBએ ટૂર્નામેન્ટની ટ્રોફી ટૂરની જાહેરાત કરી હતી. એટલે કે આ ટ્રોફીને ચાહકો વચ્ચે અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવશે. PCBના શેડ્યૂલ મુજબ, ટ્રોફી સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જવાની હતી. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે. આવી સ્થિતિમાં ICCએ હવે મોટો નિર્ણય લીધો છે.

અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?

ટ્રોફીની ટૂર PoKમાં નહીં જાય

અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના શહેરોમાં ટ્રોફી ટૂર યોજવાના પગલાનો સખત વિરોધ કર્યો હતો અને નિંદા કરી હતી. આ ઘટના પછી, ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈપણ વિવાદિત PoKમાં લઈ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં હવે ICCએ કોઈ મોટી જાહેરાત કરી નથી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર PoKમાં નહીં જાય. ICCએ નવા શહેરોના નામ જાહેર કર્યા છે, આ વખતે ICC દ્વારા પસંદ કરાયેલા નવા શહેરોમાં PoKનું કોઈ શહેર સામેલ નથી.

 

ભારતમાં 15 જાન્યુઆરીથી ટ્રોફી ટૂર

ICCના નવા કાર્યક્રમ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 16 નવેમ્બરે ઈસ્લામાબાદ, 17 નવેમ્બરે તક્ષશિલા અને ખાનપુર, 18 નવેમ્બરે એબોટાબાદ, 19 નવેમ્બરે મુરી, 20 નવેમ્બરે નથિયા ગલી અને 22થી 25 નવેમ્બરે કરાચીનો પ્રવાસ કરશે. આ પછી ટ્રોફીને બાકીના 7 દેશોમાં મોકલવામાં આવશે, જે આ ટૂર્નામેન્ટમાં રમશે. આમાં ભારતનું નામ પણ સામેલ છે. ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસ ભારતમાં 15 જાન્યુઆરી 2005 થી 26 જાન્યુઆરી 2025 સુધી ચાલશે, ત્યારબાદ ટ્રોફી પાકિસ્તાન પરત જશે કારણ કે તે ટુર્નામેન્ટનું યજમાન છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર શેડ્યૂલ

  • 16 નવેમ્બર – ઈસ્લામાબાદ, પાકિસ્તાન
  • 17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
  • 18 નવેમ્બર – એબોટાબાદ, પાકિસ્તાન
  • 19 નવેમ્બર – ​​મુરી, પાકિસ્તાન
  • 20 નવેમ્બર – ​​નાથિયા ગલી, પાકિસ્તાન
  • 22 – 25 નવેમ્બર – કરાચી, પાકિસ્તાન
  • 26 – 28 નવેમ્બર – અફઘાનિસ્તાન
  • 10 – 13 ડિસેમ્બર – બાંગ્લાદેશ
  • 15 – 22 ડિસેમ્બર – દક્ષિણ આફ્રિકા
  • 25 ડિસેમ્બર – 5 જાન્યુઆરી – ઓસ્ટ્રેલિયા
  • 6 – 11 જાન્યુઆરી – ન્યુઝીલેન્ડ
  • 12 – 14 જાન્યુઆરી – ઈંગ્લેન્ડ
  • 15 – 26 જાન્યુઆરી – ભારત
  • 27 જાન્યુઆરીથી પાકિસ્તાન
Next Article