IBSA World Games: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
T20 ક્રિકેટનો પ્રથમ વખત બ્લાઈન્ડ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમો ફાઇનલમાં પહોંચી હતી. મહિલા ટીમે પોતાની ફાઈનલ જીતીને ગોલ્ડ જીત્યો હતો, જ્યારે પુરૂષ ટીમનો ફાઇનલમાં પાકિસ્તાન સામે મુકાબલો થશે.

જ્યાં આખું ભારત નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ જીતીને દેશને ખુશ થવાની તક મળે તેની રાહ જોઈ રહ્યું છે, તે પહેલા જ ભારતના ભાગમાં ખુશી આવી ગઈ છે. ભારતની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ બ્લાઈન્ડ ગેમ્સ (IBSA World Games)માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં આયોજિત આ રમતોમાં પ્રથમ વખત T20 ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતની મહિલા ટીમે (Indian Women Cricket Team)ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું અને આ રીતે આ રમતોમાં ક્રિકેટની પ્રથમ ચેમ્પિયન ટીમ બની હતી.
ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું
બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 26 ઓગસ્ટ શનિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના બોલરોની તાકાત જોવા મળી હતી, બોલરોએ ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં 8 વિકેટે 114 રન પર રોકી દીધું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી વેબકે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી પદ્મિની ટુડુએ માત્ર 8 રન આપીને 1 વિકેટ લીધી હતી.
History made at @Edgbaston! India are our first ever cricket winners at the IBSA World Games!
Australia VI Women 114/8 India VI Women 43/1 (3.3/9)
India VI Women win by 9 wickets.
Will Cheshire pic.twitter.com/1Iqx1N1OCW
— IBSA World Games 2023 (@IBSAGames2023) August 26, 2023
4 ઓવરમાં જ ટાઇટલ જીતી લીધું
જેના જવાબમાં ભારતીય ટીમની ઇનિંગ્સ શરૂ થાય તે પહેલા જ વરસાદે વિક્ષેપ પાડ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાની બેટિંગ મોડી શરૂ થઈ હતી. વરસાદ બાદ મેચ ફરી શરૂ થઈ ત્યારે ભારતની સામે 9 ઓવરમાં 44 રનનો ટાર્ગેટ આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર ચાર ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે ભારતીય મહિલા ટીમ IBSA વર્લ્ડ ગેમ્સની પ્રથમ ચેમ્પિયન બની હતી.
આ પણ વાંચો : જેવલિન થ્રોની ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કર, નીરજ-અરશદ પર બંને દેશના રમતપ્રેમીઓની નજર
The Winning Moment for Blind Women’s Team in the Final of World Games 2023 #CricketTwitter #IBSA @blind_cricket pic.twitter.com/tOt5uDoutA
— Female Cricket (@imfemalecricket) August 26, 2023
પુરુષોની ટીમ પર નજર
મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનું કામ કરી બતાવ્યું. હવે તમામની નજર પુરૂષોની ટીમ પર છે, જે પણ ફાઇનલમાં પહોંચી છે. પુરૂષોની ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આવી સ્થિતિમાં ભારતીય પ્રશંસકોને આશા હશે કે ભારતીય પુરુષ ટીમ પણ ગોલ્ડ મેડલ જીતીને દેશ પરત ફરે.