Breaking News: IND VS WI પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બોલિંગ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. ઇશાન કિશન ટેસ્ટમાં ડેબ્યૂ કરશે.
આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે શરૂ થઈ છે. આ મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રાથવેટે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
ભારતની પ્લેઇંગ 11
આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ 11માં બે યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશન ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપન કરશે જ્યારે શુભમન ગિલ ત્રીજા ક્રમે બેટિંગ કરશે. વિરાટ અમે રહાણે ચોથ અને પાંચમા ક્રમે રમશે. વિકેટ કીપર ઇશાન કિશન છઠ્ઠા બેટિંગ કરશે. ટીમમાં બે અનુભવી સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરો મહોમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Two debutants for #TeamIndia.
A look at our Playing XI for the 1st Test.
Live – https://t.co/FWI05P59cL… #WIvIND pic.twitter.com/dArjNP2o87
— BCCI (@BCCI) July 12, 2023
ઇશાન કિશનનો ટેસ્ટ ડેબ્યૂ
વનડે અને T20માં ટીમ ઈન્ડિયા તરફથી દમદાર પ્રદર્શન કરનાર ઇશાન કિશન વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાનો ટેસ્ટ ડેબ્યૂ કરશે. ઇશાન કિશનને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઇશાને કેએસ ભરતના સ્થાને ટીમમાં જગ્યા મળી છે.
Congratulations to Yashasvi Jaiswal and Ishan Kishan who are all set to make their Test debut for #TeamIndia.
Go well, lads!#WIvIND pic.twitter.com/h2lIvgU6Zp
— BCCI (@BCCI) July 12, 2023
યશસ્વી જયસ્વાલનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ
પોતાની પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચનાર યુવા બેસ્ટમેન યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટ મેચમાં રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. યશસ્વી જયસ્વાલે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.