યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ પહોંચતાની સાથે જ હોટેલમાંથી ક્યાં ગાયબ થઈ ગયો? જુઓ VIDEO

યશસ્વી જયસ્વાલ ન માત્ર પ્રથમ વખત ટીમ ઇન્ડિયાનો ભાગ બન્યો છે, પરંતુ તે પ્રથમ વખત કેરેબિયન પ્રવાસ પર આવ્યો છે અને આવી સ્થિતિમાં, આ પ્રવાસ તેના માટે ખૂબ જ ખાસ છે

યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ પહોંચતાની સાથે જ હોટેલમાંથી ક્યાં ગાયબ થઈ ગયો? જુઓ VIDEO
Yashaswi Jaiswal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:19 PM

ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ યશસ્વી જયસ્વાલની (Yashaswi Jaiswal) ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત થઈ છે. ભારતીય ક્રિકેટના આ ઉભરતા સ્ટારે છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે અને આ જ કારણ છે કે તેને ન માત્ર ટીમમાં જગ્યા મળી, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક પણ મળી. યશસ્વીએ પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝમાં તેની નજર સૌથી પહેલા કોના પર પડી તે પણ સામે આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો ડેબ્યૂ

ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ શ્રેણી માટે કેરેબિયન દેશ ડોમિનિકામાં છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અહીં રમાશે. આ સિરીઝને લઈને ઉત્સુકતાનું એક મોટું કારણ યશસ્વી જયસ્વાલ પણ છે, જે પહેલીવાર ટીમ ઈન્ડિયાનો ભાગ બની છે. જયસ્વાલ પોતે પણ આ પ્રવાસ માટે ઉત્સાહિત છે કારણ કે એટલું જ નહીં તે ટેસ્ટમાં પદાર્પણ કરી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જયસ્વાલ સૌથી પહેલા બીચ પર પહોંચ્યો

યશસ્વી જયસ્વાલના ઉત્સાહનું આ એકમાત્ર કારણ નથી. 20 વર્ષીય યુવા બેટ્સમેનને પ્રથમ વખત કેરેબિયન પ્રવાસે જવાનો મોકો મળ્યો છે. આ પણ તેના ઉત્સાહનું એક કારણ છે. એટલા માટે જ્યારે ટીમ ઈન્ડિયા પહેલીવાર બાર્બાડોસ પહોંચી, ત્યારે યશસ્વીએ સૌથી પહેલું કામ બીચ પર જઈને એક ખાસ તસવીર લેવાનું કર્યું.

BCCI પોડકાસ્ટમાં કર્યો ખુલાસો

જયસ્વાલે ઋતુરાજ ગાયકવાડ સાથેના એક ખાસ વીડિયોમાં આ ખુલાસો કર્યો હતો. BCCIની નવી પોડકાસ્ટ સીરિઝના આ પહેલા એપિસોડમાં ગાયકવાડે જણાવ્યું કે બાર્બાડોસ પહોંચ્યા પછી પહેલી જ સવારે યશસ્વી જયસ્વાલને તેણે બીચ પર જોયો હતો.

આ પણ વાંચો : IND vs WI: ટીમ ઈન્ડિયા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટ શા માટે ખાસ છે? જાણો કારણ

મેઘધનુષ સાથે યશસ્વીની સેલ્ફી

ગાયકવાડે જયસ્વાલને આનું કારણ પૂછ્યું ત્યારે ડાબા હાથના બેટ્સમેન જયસ્વાલે જણાવ્યું કે, લાંબી મુસાફરીના કારણે તેને જેટલેગનો ભોગ બનવું પડ્યું હતું અને તેથી તેને પહેલી રાત્રે બરાબર ઊંઘ ન આવી, આવી સ્થિતિમાં તે સવારે સૌથી પહેલા બીચ પર ગયો, જ્યાં તેણે એક સુંદર મેઘધનુષ્ય જોયું. જયસ્વાલે પહેલા આ મેઘધનુષ સાથે સેલ્ફી લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">