AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે અપાઇ તક, ઇજાને લઇને બહાર થયેલા સિરાજના સ્થાને મળ્યો ડેબ્યૂનો મોકો

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે રાંચીમાં બીજી T20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. બોલિંગમાં આ બદલાવ આવ્યો છે.

IND vs NZ: હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે અપાઇ તક, ઇજાને લઇને બહાર થયેલા સિરાજના સ્થાને મળ્યો ડેબ્યૂનો મોકો
Hershal Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:23 PM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે રાંચીમાં બીજી T20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. બોલિંગમાં આ બદલાવ આવ્યો છે. વાસ્તવમાં, જયપુરમાં સિરીઝની પ્રથમ ટી20 રમનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ઈજાના કારણે બીજી ટી20માંથી બહાર છે.

આવી સ્થિતિમાં તેના સ્થાને રોહિતે 11 બોલમાં 5 વિકેટ ઝડપનાર બોલરને તક આપી છે. આ બોલર IPLમાં વિરાટ કોહલી (Virat Kohli) નો મુખ્ય હથિયાર પણ રહ્યો છે. સિરાજની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ બોલરનું નામ હર્ષલ પટેલ (Harshal Patel) છે.

મુંબઇ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2021 ની પહેલી જ મેચમાં ઝડપી બોલર હર્ષલ પટેલે અદ્ભુત બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં હર્ષલ પટેલે 27 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ આંકડાઓ દ્વારા તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટી20 ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

આ ઉપરાંત, તેણે T20 ક્રિકેટમાં પ્રથમ વખત પાંચ વિકેટ લીધી છે. હર્ષલ પટેલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ છે. આઠ વર્ષ બાદ RCBના બોલરે IPLમાં પાંચ વિકેટ ઝડપી છે.

પ્લેઈંગ ઈલેવનમાં સિરાજની જગ્યાએ હર્ષલ પટેલ

રાંચી T20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં, હર્ષલ પટેલને મોહમ્મદ સિરાજની જગ્યાએ તક મળી છે, જેને પાછલી મેચમાં ડાબા હાથમાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ સિરાજની ઈજા પર નજર રાખી રહી છે. હર્ષલ પટેલ પણ રાંચી T20 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ન્યુઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, ડેરેલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેફર્ટ, જિમી નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી (કેપ્ટન), એડમ મિલ્ને, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ

ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ

આ પણ વાંચોઃ  Tennis Star પેંગ શુઆઈ બે અઠવાડિયાથી ગુમ, ચીનના ટોચના નેતા પર જાતીય શોષણનો આરોપ, ચીની સરકાર ચૂપ

આ પણ વાંચોઃ Tim Paine: ટિમ પેનની ગંદી હરકત જાહેર થવા બાદ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી રહ્યુ છે સમર્થન! યુવતીને અશ્લીલ તસ્વીરો અને ગંદા મેસેજ મોકલ્યા હતા

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">