‘હમારી છોરી છોરો સે કમ હૈ ક્યા’, આ છે ક્રિકેટ ટીમની લેડી સૂર્યા, વીડિયો જોઈ સૂર્યકુમારનો કેચ પણ ભૂલી જશો

|

Jul 02, 2024 | 3:01 PM

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ જે લોકોએ જોઈ છે, તેમને સૂર્યકુમાર યાદવનો કેચ હજુ પણ યાદ હશે, કારણ કે, સૂર્યકુમાર યાદવને આ કેચ નહિ પરંતુ ટ્રોફી હાથમાં લીધી હતી. તો આજે આપણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની લેડી સૂર્યા વિશે વાત કરીશું.

હમારી છોરી છોરો સે કમ હૈ ક્યા, આ છે ક્રિકેટ ટીમની લેડી સૂર્યા, વીડિયો જોઈ સૂર્યકુમારનો કેચ પણ ભૂલી જશો

Follow us on

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ શનિવારના રોજ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી.બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે ઈતિહાસ રચાયો હતો કારણ કે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 29 જૂન 2024 ક્રિકેટ ઈતિહાસના પાનામાં લખાશે. ભારતની આ જીત સાથે ચારે બાજુથી લોકો ટીમ ઈન્ડીયાને શુભકામના પાઠવી રહ્યા હતા. કારણ કે,ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે આફ્રિકાની ટીમ માત્ર 169 રન જ બનાવી શકી હતી.

આખી મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો

એક સમયે એવું લાગતું હતુ કે, આ મેચ ભારતના હાથમાંથી જઈ રહી છે પરંતુ હાર્દિક પંડ્યાની 20મી ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો જે રીતે કેચ પકડ્યો તે આખી મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. એક સમયે લાગતું હતુ કે, ડેવિડ મિલરે લાંબો શોટ રમ્યો છે અને સિક્સ તરફ જઈ રહ્યો છે, પરંતુ બાઉન્ડ્રી પાસે સૂર્યકુમાર હતો તેમણે બાઉન્ડ્રી પાસે જે રીતે કેચ લીધો છે, આ કેચના વખાણ થઈ રહ્યા છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

 

 

સૂર્યકુમાર યાદવના કેચ બાદ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય મહિલા ક્રિકેટની ખેલાડી હરલીન દેઓલનો છે. જેમણે ફીલ્ડિંગથી ક્રિકેટ ચાહકોના મન જીતી લીધા છે.હરલીને બાઉન્ડ્રી લાઈન પર સુપરવુમનની જેમ શાનદાર કેચ લીધો છે.

 

 

હરલીન દેઓલે કેચ પકડ્યો

આજે આપણે વાત કરી રહ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લન્ડની મહિલા ટી20 ક્રિકેટની વાત. આ મેચમાં ભલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 18 રનથી હાર થઈ હોય પરંતુ જે રીતે હરલીન દેઓલે કેચ પકડ્યો છે. જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હરલીન દેઓલની ફીલ્ડિંગે સૌ કોઈના મન જીતી લીધા છે. ઈંગ્લેન્ડની વિકેટકીપર એમી સ્ટ્રાઈક પર હતી શિખા પાંડે બોલિંગ કરી રહી હતી. એમીનો કેચ સીધો બાઉન્ડ્રી પાસે ઉભેલી હરલીન પાસે જાય છે, પરંતુ હરલીને કેચ પકડવા માટે હવામાં છલાંગ લગાવી કેચ પકડ્યો હતો.

Next Article