AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયામાં પોતાની પસંદગી નહી કરવા સામે ચાલીને કહ્યુ! સિલેક્ટર્સને દર્શાવ્યુ કારણ

T20 વર્લ્ડ કપ બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને ભારતીય ટીમ (Team India) માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝ દરમિયાન રમ્યો નહોતો.

Hardik Pandya: હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયામાં પોતાની પસંદગી નહી કરવા સામે ચાલીને કહ્યુ! સિલેક્ટર્સને દર્શાવ્યુ કારણ
Hardik Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 4:37 PM
Share

હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું તાજેતરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તે IPL 2021માં નિષ્ફળ ગયો હતો. આ પછી T20 વર્લ્ડ કપ 2021માં પણ હાર્દિક પંડ્યાનું બેટ ચાલ્યું ન હતું. તેને બોલિંગથી પણ એટલું જ અંતર જોવા મળી રહ્યું હતું. લાંબા સંઘર્ષ અને ઘણા દિગ્ગજોના વકતૃત્વ પછી, તેની બોલિંગ T20 વર્લ્ડ કપની મેચોમાં જોવા મળી હતી. પરંતુ તેણે માત્ર ટીમમાં સ્થાન બચાવવાનો પ્રયાસ જ દર્શાવ્યો હતો. કોઈપણ પ્રકારની ધાર ન હતી.

T20 વર્લ્ડ કપ બાદ હાર્દિકને ભારતીય ટીમ (Team India) માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની T20 સીરીઝ દરમિયાન રમ્યો નહોતો. તેમના સ્થાને વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ને તક આપવામાં આવી હતી.

દરમિયાન, એવા સમાચાર છે કે હાર્દિક પંડ્યા તેની ફિટનેસ પર સંપૂર્ણ રીતે કામ કરવા માંગે છે. તેને જોતા તેણે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને તેની પસંદગી ન કરવા કહ્યું છે. આ અંગે એક મીડિયા અહેવાલમાં આ જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યુ છે કે હાર્દિકે થોડા સમય માટે તેને પસંદ ન કરવા કહ્યું છે. તેઓ પોતાની ફિટનેસ પર કામ કરવા માંગે છે.

આ દરમિયાન, તે બોલિંગ માટે સંપૂર્ણ રીતે ફિટ થવા માંગે છે. જેથી જ્યારે પસંદગી માટે ઉપલબ્ધ હોય, ત્યારે તે સંપૂર્ણ રીતે બોલિંગ કરી શકે. હાર્દિક પંડ્યાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટીમો IPL 2022ની હરાજી પહેલા ખેલાડીઓને રિટેન કરવાની યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ કદાચ હાર્દિક પંડ્યાને રિટેન નહીં કરે.

મુંબઈ રોહિત-બુમરાહને જાળવી રાખશે!

એવા અહેવાલો છે કે મુંબઈની ટીમ IPLની આગામી સિઝન પહેલા રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને રિટેન કરવા માંગે છે. આ સિવાય તેનું મન કિરન પોલાર્ડને પણ પોતાની સાથે રાખવા પર છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આઈપીએલ મેગા ઓક્શન પહેલા પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી આઠ ટીમો વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે. આમ કરવાથી તેના બજેટમાંથી 44 કરોડ રૂપિયાની કપાત થશે.

બે નવી જોડાયેલી ટીમો હરાજી પૂલમાંથી બે-બે ખેલાડીઓ લઈ શકે છે. બે નવી ટીમ લખનૌ અને અમદાવાદની છે. એવું માનવામાં આવે છે કે પંડ્યા બંધુઓ અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો હિસ્સો બની શકે છે. IPL 2018ની હરાજી પહેલા મુંબઈએ હાર્દિકને જાળવી રાખ્યો હતો. પરંતુ તાજેતરના ફોર્મને કારણે હાર્દિક પરથી ટીમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. ટીમ પાસે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશનને રિટેન કરવાનો વિકલ્પ પણ છે. ટીમો પાસે 30 નવેમ્બર સુધીનો સમય છે કે જેથી તેઓને જાળવી રાખવાની માહિતી આપવામાં આવે.

આ પણ વાંચોઃ Chris Gayle: વેસ્ટ ઇન્ડિઝનો ધૂરંધર બેટ્સમેન આગામી વર્ષની શરુઆતે લેશે સંન્યાસ! ક્રિકેટ બોર્ડે ક્રિસ ગેઇલની વિદાયની શરુ કરી તૈયારી

આ પણ વાંચોઃ IND vs NZ: શ્રેયસ અય્યરે ડેબ્યૂ મેચમાં જ ધમાકે દાર પ્રદર્શન કરીને રચી દીધા રેકોર્ડ, એ કામ તેણે કરી બતાવ્યુ જે ધૂરંધરો ના કરી શક્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">