6,6,6,4,6… હાર્દિક પંડ્યાનો આક્રમક અંદાજ, 21 વર્ષના ખેલાડીની ઓવરમાં ફટકાર્યા 28 રન, જુઓ વીડિયો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દિક પંડ્યા એક પછી એક તોફાની ઈનિંગ રમી રહ્યો છે. બરોડા અને ત્રિપુરા વચ્ચેની મેચમાં પણ પંડ્યાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચ દરમિયાન તેણે 21 વર્ષના બોલરની ઓવરમાં 28 રન પણ ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના બેટમાંથી એક પછી એક વિસ્ફોટક ઈનિંગ જોવા મળી રહી છે. બરોડા ટીમ તરફથી રમી રહેલ હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટમાં બોલરો માટે આફત સાબિત થયો છે. તેણે ત્રિપુરા સામે રમાયેલી મેચમાં પણ મેચવિનિંગ ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન, તેણે લેફ્ટ આર્મ સ્પિનર પરવેઝ સુલતાનનો સામનો કર્યો અને એક જ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.
પરવેઝ સુલતાનની ઓવરમાં 28 રન પણ ફટકાર્યા
ત્રિપુરા સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 47 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન પંડ્યાના બેટમાંથી 3 ચોગ્ગા અને 5 છગ્ગા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે સ્પિનર પરવેઝ સુલતાનની એક ઓવરમાં 28 રન પણ ફટકાર્યા હતા. બરોડાની ઈનિંગ દરમિયાન, પરવેઝ સુલતાને 10મી ઓવર ફેંકી, આ ઓવરમાં પંડ્યાના બેટમાંથી 4 છગ્ગા અને એક ચોગ્ગો જોવા મળ્યો અને તેણે કુલ 28 રન બનાવ્યા.
Hardik Pandya was on fire again
The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura #SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g
— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024
ગુરજપનીત સિંહની ઓવરમાં 29 રન ફટકાર્યા
આ પહેલા તમિલનાડુ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ કંઈક આવું જ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહ સામે એક ઓવરમાં 29 રન બનાવ્યા હતા. દ્યાએ ગુર્જપનીત સિંહની ઓવરના પહેલા 3 બોલ પર 3 સિક્સર ફટકારી હતી. આ પછી ગુર્જપનીત સિંહે નો બોલ ફેંક્યો. ત્યારબાદ પંડ્યાએ પણ ચોથા બોલ પર સિક્સર અને પાંચમા બોલ પર ફોર ફટકારી હતી. તે જ સમયે, ઓવરના છેલ્લા બોલ પર 1 રન થયો હતો. 26 વર્ષીય ડાબોડી સીમર ગુરજપનીત સિં IPLની હરાજી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, જ્યાં CSKએ તેને 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પંડ્યાના દમ પર બરોડાની આસાન વિજય
આ મેચમાં ત્રિપુરાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 9 વિકેટે 109 રન બનાવ્યા હતા. જવાબમાં બરોડાની ટીમે 11.2 ઓવરમાં 115 રન બનાવીને મેચ જીતી લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બરોડાએ 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે આગામી 11 ઓવરમાં 42 રન બનાવવાના હતા. પરંતુ પંડ્યાએ ખરાબ મેચને માત્ર એક ઓવરમાં જ ફેરવી નાખી અને ઝડપથી ટીમને જીત તરફ લઈ ગઈ.
આ પણ વાંચો: શાર્દુલ ઠાકુરની જોરદાર ધુલાઈ, 4 ઓવરમાં 69 રન આપ્યા, બનાવ્યો શરમજનક રેકોર્ડ