હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરી કહ્યું “હમેશા કમબૈકને સેટબેકથી શાનદાર બનાવો”, જુઓ Video
હાર્દિક પંડ્યાએ સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે દેખાડ્યું છે કે, ઈજાગ્રસ્ત બાદ કઈ રીતે ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. હાર્દિકે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. મોટાભાગની મેચમાં તેમણે બેટ અને બોલથી મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.
ફાઈનલમાં છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાએ કરી હતી. સોમવારે હાર્દિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, હમેશા કમબૈક ને સેટબેકથી શાનદાર બનાવો,
સ્ટેડિયમમાં હૂટિંગનો સામનો કરવો પડ્યો
ભારતીય ટીમની સાથ હેલમાં ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા લખ્યું તમારો કમબેક હંમેશા સેટબેકથી શાનદાર બનાવો. થોડા મહિના પહેલા તેમણે દેરક સ્ટેડિયમમાં હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.
મોટા સ્ટેજ પર તેમણે કમાલ દેખાડી છે. આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેનની વિકેટ લીધી હતી.જે ભારત માટે એક મોટો ખતરો બન્યો હતો, ફાઈનલની છેલ્લી ઓવરમાં હાર્દિકે ડેવિડ મિલરની વિકેટ લીધી હતી.
View this post on Instagram
6 ઈનિગ્સમાં 144 રન બનાવ્યા
હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડકપ 2024માં 6 ઈનિગ્સમાં 144 રન બનાવ્યા છે. તેમણે એક અડધી સદી પણ ફટકારી છે. તેમણે11 વિકેટ પણ લીધી છે. ફાઈનલમાં વિરાટ કોહલીના 76 રનની મદદથી ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી. ભારતે સાઉથ આફ્રિકાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રનના સ્કોર પણ રોકી દીધો હતો.
ભારતીય ટીમ ચેમ્પિયન બન્યાના 3 દિવસ બાદ ઘરે પરત ફરી છે. બાર્બાડોસમાં આવેલા વાવાઝોડાને કારણે ટીમ મોડી ભારત પરત ફરી હતી.
હાર્દિક પંડ્યાના ભાઈની પોસ્ટ પર નતાશાનું રિએક્શન
ક્રુણાલ પંડ્યાએ ભાઈ હાર્દિક પંડ્યાના સંધર્ષ અને ઉપલબ્ધીઓ વિશે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી બાળપણનો ફોટો શેર કર્યો છે. જેના પર નતાશા સ્ટેનકોવિક સહિત અનેક લોકોએ પોસ્ટ લાઈફ કરી છે. નતાશાની લાઈફ જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા છે, તમને જણાવી દઈએ કે, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાની છેલ્લા લાંબા સમયથી છુટાછેડાની અફવાઓ ચાલી રહી છે. જેના કારણે બંન્ને ચર્ચામાં પણ છે.