Harbhajan Singh: હરભજન સિંહે હવે BCCI ના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ ‘કરિયરમાં ઘણા બધા વિલન રહ્યા’

|

Jan 02, 2022 | 10:59 AM

ભજ્જી એ કહ્ય કરિયર પર એક બાયોપિક ફિલ્મ કે વેબ સિરીઝ બને. જેથી લોકો મારા પક્ષને જોઇ શકે. મે કરિયરમાં શુ કર્યુ અને બાકીના લોકોએ મારી સાથે શુ કર્યુ.

Harbhajan Singh: હરભજન સિંહે હવે BCCI ના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ કરિયરમાં ઘણા બધા વિલન રહ્યા
Harbhajan Singh

Follow us on

હરભજન સિંહે (Harbhajan Singh) નવા વર્ષની શરુઆત ધમાલ સાથે કરી દીધી છે! નવા વર્ષની શરુઆતે જ તેણે BCCI ના કેટલાક અધિકારીઓ પર નિશાન તાક્યુ છે. તેણે પોતાના કરિયર માટે અવરોધ રુપ બાબતોને લઇને આ ગંભીર આરોપો લગાવ્યા છે. આ પહેલા હરભજન સિંહે આંતરાષ્ટ્રિય ક્રિકેટમાંથી વિદાય લેતા ધોની (MS Dhoni) પર આરોપ લગાવ્યા હતા.

ભજ્જી એ ક્રિકેટને અલવિદા કહેવા સાથે જ ચર્ચાઓ જગાવી દીધી છે. મહેન્દ્રસિંહ ધોની તરફ આરોપ લગાવતા નિવેદન કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડના માટે આરોપ લગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજજબ હરભજન સિંહે કહ્યુ હતુ કે, તે સમયે બીસીસીઆઇના કેટલાક અધિકારીઓ નહોતા ઇચ્છતા કે મારી ટીમ ઇન્ડિયામાં વાપસી થાય. તે વખતે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતો અને તેણે પણ અધિકારીઓને સપોર્ટ કર્યો હતો. જો મારી બાયોપિક ફિલ્મ અથવા વેબ સિરીઝ બને છે તો, તેમાં એક નહી પણ અનેક બધા વિલન હશે.

આગળ એ પણ કહ્યુ હતુ કે તેના કરિયર પર એક બાયોપિક ફિલ્મ કે વેબ સિરીઝ બને. જેથી લોકો મારા પક્ષને જોઇ શકે. મે કરિયરમાં શુ કર્યુ અને બાકીના લોકોએ મારી સાથે શુ કર્યુ તે પણ જોઇ શકશે. હું નહી કહી શકુ કે મારી બાયોપિકમાં કોણ વિલન હોઇ શકે છે. જોકે આ બાયોપિકમાં એક નહી અનેક વિલન હશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રિપોર્ટનુસાર ભજ્જી કહ્યુ કે, મારુ નસીબ હંમેશા મારી સાથે રહ્યુ હતુ. ફક્ત કેટલાક બહારના તત્વો જ હતા જે મારા પક્ષમાં નહોતા. કહી શકાય કે તેઓ પુરી રીતે મારા વિરોધમાં હતો. જેનુ કારણ હતુ કે જે રીતે હું બોલીંગ કરી રહ્યો હતો અને શાનદાર રીતે આગળ વધી રહ્યો હતો. હું 31 વર્ષનો હતો અને ત્યારે મેં 400 વિકેટ મેળવી લીધી હતી. ત્યારે મારા મગજમાં વધુ 4-5 વર્ષ ક્રિકેટ રમવાનો વિચાર ચાલી રહ્યો હતો. જો એમ જ થયુ હોત તો હું 100-150 વિકેટ વધુ લઇ શક્યો હતો.

અધિકારીઓ મળેલા!

દિગ્ગજ પૂર્વ ભારતીય સ્પિનરે કહ્યુ કે ત્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમનો કેપ્ટન હતો અને મારુ માનવુ છે કે આ બધી બાબતો ધોનીના માથા પરથી જઇ રહી હશે. જેમાં કેટલાક બીસીસીઆઇ ના અધિકારીઓ મળેલા હતા. જે નહોતા ઇચ્છતા કે હું આગળ રમુ અને કેપ્ટને પણ તેમને સપોર્ટ કર્યો હતો. જોકે કેપ્ટન, કોચ અથવા ટીમ ક્યારેય બીસીસીઆઇ થી મોટા નથી હોતા.

ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી નિવૃત થવાનુ સપનુ

ધોનીને અન્ય ખેલાડીઓના પ્રમાણમાં વધુ અને વધારે સારી રીતે સપોર્ટ મળ્યો હતો. જો આવો સપોર્ટ અન્ય કોઇ ખેલાડીને મળ્યો હોત તો તે પણ વધારે સારી રમત દર્શાવી શક્યો હોત. એવુ તો હતુ નહી કે અન્ય ખેલાડીઓ બોલને સ્વિંગ કરાવવાનુ કે બેટ ચલાવવાનુ ભૂલી ગયા હતા. દરેક ખેલાડીનુ સપનુ હોય છે કે, ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને નિવૃત્તી લે, જોકે આમ બધા ખેલાડીઓની સાથે નથી થતુ હોતુ. તમે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ જેવા અનેક ખેલાડીઓને ઉદાહરણના રુપમાં જોઇ શકો છો.

23 વર્ષની કરિયરમાં હરભજન સિંહે 103 ટેસ્ટ મેચ રમીને 417 વિકેટ ઝડપી હતી અને 236 વન ડે મેચમાં 29 વિકેટ ઝડપી હતી. તેમજ ટી20 ફોર્મેટમાં તેણે 25 વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા

આ પણ વાંચોઃ  Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

 

Published On - 10:59 am, Sun, 2 January 22

Next Article