AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ભારત-પાકિસ્તાનની મેચ પર હરભજન સિંહનું મોટું નિવેદન, દેશથી મોટું કોઈ નહી

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચને લઈ પૂર્વ દિગ્ગજ હરભજન સિંહે એક મોટું નવિદેન આપ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાશે.

Asia Cup 2025 :  ભારત-પાકિસ્તાનની મેચ પર હરભજન સિંહનું મોટું નિવેદન,  દેશથી મોટું કોઈ નહી
| Updated on: Aug 13, 2025 | 12:52 PM
Share

એશિયા કપ 2025નું શેડ્યુલ અને વેન્યુ નક્કી થઈ ચૂક્યું છે. 9 સપ્ટેમ્બરના રોજ ટૂર્નામેન્ટ શરુ થશે. આ વખતે આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટ હેઠળ યુએઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો મોટો મુકાબલો 14 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ પર તમામની નજર રહેલી છે. પરંતુ આ મેચને બાયકોટ પણ જોરશોરથી થઈ રહ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય નાગરિકોમાં ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે આ મેચને લઈ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું મોટું નિવદેન સામે આવ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચને લઈ શું બોલ્યા હરભજન સિંહ ?

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન હરભજન સિંહે કહ્યું સમજવું પડશે કે, જરુરી શું છે? અને શું નહી. આ ખુબ સરળ છે. મારા માટે એ સૈનિકો જે સરહદ પર ઉભા છે. જેનો પરિવાર કેટલીક વખત તેને મળી પણ શકતો નથી. ક્યારેક તો શહિદ પણ થઈ જાય છે. ઘરે પરત ક્યારેય ફરતા નથી. તેનું બલિદાન આપણા બધા માટે મોટું છે. તેની સામે, એ બહુ નાની વાત છે કે આપણે ક્રિકેટ મેચ રમવાનું બંધ ન કરી શકીએ. એ બહુ નાની વાત છે.

WCL 2025માં પણ ન રમાય મેચ

હાલમાં પૂર્ણ થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસ 2025ની ટૂર્નામેન્ટમાં પણ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેચ રમવાની સ્પષ્ટ ના પાડી હતી. આને લઈ શિખર ધવનથી લઈ હરભજન સિહં સુધીના ખેલાડીઓનું નિવેદન સામે આવ્યું હતુ. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઈનલમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતુ. જેનાથી પાકિસ્તાનને ફાઈનલમાં વોકઓવર મળ્યું હતુ. પરંતુ પાકિસ્તાનને ફાઈનલમાં સાઉથ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટકકર 3 વખત થઈ શકે છે

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 વખત ટકકર થઈ શકે છે. પહેલી મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાશે. ત્યારબાદ બંન્ને ટીમની ટક્કર સુપર-4 અને ફાઈનલમાં પણ જોવા મળી શકે છે.

Harbhajan singh family Tree: ક્રિકેટ અને બોલીવુડની સુંદર અભિનેત્રીના દિલ પર રાજ કરનાર હરભજન સિંહના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">