Sunil Gavaskarનો ઓટોગ્રાફ લેવા આવેલી ખાસ છોકરીથી લઈ જાણો ‘લિટલ માસ્ટર’ના જીવનના ગીતનું રહસ્ય
Sunil Gavaskar Birthday: સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)નો આજે 73મો જન્મદિવસ છે, આજે તેના પર બનેલા ગીત વિશે જાણીએ તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશ.

Sunil Gavaskar Birthday: ભારતના પૂર્વ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)આજે પોતાનો 73મો જન્મદિવસ મનાવી રહ્યા છે,વર્ષ 1949માં આજના દિવસે એટલે કે, 10 જુલાઈના રોજ સુનીલ ગાવસ્કરનો જન્મ થયો હતો. આજે તમને તેના જન્મદિવસ પર અનોખી વાત જણાવીશું, સુનીલ ગાવસ્કરનું આ નામ ભારતીય ક્રિકેટને ટૉપ પર લઈ જનારા ખેલાડીના લિસ્ટમાં આવે છે, 80ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે વિકેટ લેવા પર ભારતીય બેટ્સમેનો (Indian batsmen)ને વિકેટ પર ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા, ફાસ્ટ બોલિંગની હિંમત આપી હતી. આજે તેના જન્મદિવસ પર તેના પ્રેમ અને ગીત વિશે ખુબ ઓછા લોકો જાણે છે,
તે સમયે ક્રિકેટ ખુબ પ્રચલિત ન હતું આ રમતને પહેલા ખુબ પસંદ પણ કરવામાં આવી રહી નહતી. આજે સુનીલ ગાવસ્કરના પ્રેમ વિશે વાત કરીએ, એક છોકરી ખાસ હતી જે ક્રિકેટની ખુબ શૌખીન હતી મેચ પૂરો થયા બાદ તે ગાવસ્કરની પાસે તેનો ઓટોગ્રાફ લેવા પહોંચી હતી, રિપોર્ટ અનુસાર આ વાત 1973ના છે, જ્યારે ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ રમવા માટે કાનપુર આવી હતી, આ મેચને જોવા માટે કાનપુરના શ્રીરામ કોલેજથી ગ્રેજ્યુએશન કરી રહેલી વિદ્યાર્થીની માર્શલીન મલ્હોત્રા પણ તેના ફેન્ડ સાથે પહોંચી હતી. મેચ પૂરી થયા બાદ ગાવસ્કર પાસે પહોંચી ત્યારે લિટલ માસ્ટરનું દિલ તેના પર ગયું અને બસ ત્યારથી તેના પ્રેમભરા દિવસોની શરુઆત થઈ. વર્ષ 1974માં બંન્ને લગ્ન કર્યા હતા.
સુનીલ ગાવસ્કર પર બનેલા ગીત વિશે શું તમે જાણો છો
હવે તમને જણાવીએ ગાવસ્કરના એ ગીત વિશ. આ ગીત ભારતમાં જ નહિ પરંતુ વેસ્ટ ઈન્ડિઝમાં બનાવવામાં આવ્યું હતુ, તેનું કારણ બન્યું કેરેબિયન પિચો પર બનેલો તેનો રેકોર્ડ વેસ્ટઈન્ડિઝમાં 13 ટેસ્ટ મેચોમાં તેમણે 7 સદી ફટકારી છે. સુનીલ ગાવસ્કરની કારકિર્દીની સરેરાશ 51 રનની આસપાસ છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની પીચો પર તેણે 70થી વધુની સરેરાશથી રન બનાવ્યા હતા.
આજ કારણ છે તે દુનિયાના એક માત્ર એવા ક્રિકેટર છે જેના માટે વેસ્ટઈન્ડિઝમાં ગીત લખવામાં આવ્યું, આ ગીત 70ના દશકમાં લૉર્ડ રીટેલરે લખ્યું હતુ.
It was Gavaskar, the real master, just like a wall..You know the West Indies couldnt out Gavaskar at all
આ ગીતને વેસ્ટઈન્ડિઝમાં ટૉપ 20 કૈલિપ્સોમાં સામેલ કરવામાં આવ્યું, કહેવામાં આવે છે કે, આ ગીત ભારત વેસ્ટઈન્ડિઝના મેચોમાં આ ગીત વાગતું હતુ