GT vs LSG Match Highlights, IPL 2022 : રાહુલ તેવતિયાની આક્રમક 40* રનની ઇનિંગે ગુજરાતે પોતાની પહેલી જ મેચ 5 વિકેટે જીતી લીધી
IPL 2022: લીગમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા પોતાની પહેલી જ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 5 વિકેટે માત આપી હતી.
IPL 2022 માં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને ટીમો પોતાની પહેલી મેચ રમવા જઇ રહી છે. આ બંને ટીમો લીગમાં નવી ટીમો છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે કઇ ટીમ જીત સાથે શરૂઆત કરશે. ગુજરાત ટાઇટન્સ તરફથી મળતી અપડેટ પ્રમાણે ટીમના સીનિયર ખેલાડી રાશિદ ખાનને ટીમમાં ઉપ સુકાની જાહેર કર્યો છે.
LIVE NEWS & UPDATES
-
Gujarat vs Lucknow Match: રાહુલ તેવતિયાના ચોગ્ગા સાથે ગુજરાત ટીમની જીત
રાહુલ ટીઓટિયાએ ચોગ્ગો ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી. અવેશ ખાને ફેંકેલી 20મી ઓવરના ચોથા બોલ પર રાહુલે કવર પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
-
Gujarat vs Lucknow Match: રાહુલ તેવતિયાનો શાનદાર ચોગ્ગો
રાહુલ ટીઓટિયાએ 19મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો પરંતુ નસીબે તેનો સાથ આપ્યો. ચમીરાનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો, જેના પર તેવટિયાએ બેટ ફેંક્યું અને બોલ તેના બેટની કિનારી લઈને થર્ડ મેન પર ચાર રન માટે ગયો.
-
-
Gujarat vs Lucknow Match: ડેવિડ મિલર આઉટ
અવશ ખાને ડેવિડ મિલરને સિક્સર ખાધા બાદ આઉટ કર્યો હતો. 18મી ઓવર ફેંકી રહેલા અવેશના ત્રીજા બોલ પર મિલરે દૂરથી ફટકારવાનો પ્રયાસ કર્યો અને એક્સ્ટ્રા કવર્સ પર ત્રણ પ્રયાસો બાદ કેએલ રાહુલે કેચ પકડ્યો.
-
Gujarat vs Lucknow Match: રાહુલ તેવતિયા આક્રમક મુડમાં
17મી ઓવર કરનાર રવિ બિશ્નોઈનું સ્વાગત રાહુલ તેવટિયાએ સિક્સર સાથે કર્યું હતું. રાહુલે પહેલા જ બોલ પર જોખમ ઉઠાવ્યું અને રિવર્સ સ્વીપ રમીને સિક્સર વડે રવિ બિશ્નોઈ પર દબાણ બનાવ્યું.
-
Gujarat vs Lucknow Match: દીપક હુડ્ડાએ અપાવી સફળતા
12મી ઓવરના પાંચમા બોલ પર દીપક હુડ્ડાએ મેથ્યુ વેડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વેડે તેનો બોલ પર મિડવિકેટ પર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને બોલ સીધો તેની વિકેટ પર ગયો. મેથ્યુ વેડે 29 બોલમાં 30 રન બનાવ્યા હતા.
-
-
Gujarat vs Lucknow Match: મોટા ભાઈએ નાના ભાઈને આઉટ કર્યો
મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાને પેવેલિયનમાં મોકલીને લખનૌ ટીમને મોટી સફળતા અપાવી. 11મી ઓવર કરનાર કૃણાલના પહેલા જ બોલ પર હાર્દિકે ઝડપી શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ મનીષ પાંડેએ કેચ કરી લીધો હતો. કૃણાલ તેના ભાઈની વિકેટ લીધા બાદ હસતો જોવા મળ્યો હતો.
-
Gujarat vs Lucknow Match: હાર્દિક પંડ્યાનો વધુ એક ચોગ્ગો
હાર્દિક પંડ્યાએ ત્રીજી ઓવરના પાંચમા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. ચમીરાએ આ વખતે શોર્ટ બોલ નાખ્યો અને પંડ્યાએ તરત જ તેના પર પોઝિશન લીધી અને તેને ડીપ મીડ વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં બીજો ચોગ્ગો છે.
-
Gujarat vs Lucknow Match: ગુજરાતને જીતવા માટે 159 રનનો લક્ષ્યાંક
લખનૌ સુપર જાયન્ટ્સે ખરાબ શરૂઆત બાદ દીપક હુડ્ડા અને આયુષ બદોની શાનદાર રમત રમતા અડધી સદી ફટકારી અને 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 158 રન બનાવ્યા. ગુજરાતને જીતવા માટે 159 રનનો લક્ષ્યાંક મળ્યો.
-
Gujarat vs Lucknow Match: આયુષ બદોની આઉટ
લખનૌ ટીમના આયુષ બદોની અંતિમ ઓવરમાં આઉટ થઇ ગયો. આયુષે 41 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક 54 રન બનાવ્યા હતા.
-
Gujarat vs Lucknow Match: દીપક હુડ્ડા આઉટ
રાશિદ ખાને દીપક હુડાને આઉટ કર્યો છે. 16મી ઓવરના પાંચમા બોલે રાશિદે લેન્થ બોલ ફેંક્યો અને હુડ્ડાએ તેના પર સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ચૂકી ગયો અને બોલ તેના પેડ સાથે અથડાયો. ગુજરાતે અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે તેને ફગાવી દીધી હતી. ગુજરાતે આ અંગે રિવ્યુ લીધો અને દીપક હુડ્ડા આઉટ થઈ ગયા.
-
Gujarat vs Lucknow Match: દીપક હુડ્ડાએ ફટકાર્યો છગ્ગો
13મી ઓવરમાં આવેલા વરુણ એરોનની ઓવરમાં દીપક હુડ્ડાએ ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું. એરોન શોર્ટ બોલ ફેકી અને તે અંદર આવી. હુડ્ડાએ તેને ગલી તરફ રમ્યો અને ચાર રન મળ્યા. ત્યાર બાદ એરોને ફરીથી શોર્ટ બોલ નાખ્યો અને હુડ્ડાએ તેના પર સિક્સર ફટકાર્યો.
-
Gujarat vs Lucknow Match: હુડ્ડાએ ચોગ્ગો ફટકાર્યો
ઇનિંગની નવમી ઓવર ફેંકતા હાર્દિક પંડ્યાએ ત્રીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો અને દીપક હુડ્ડાએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ચાર રન લીધા. હુડ્ડાએ પોતાને થોડી જગ્યા આપી અને કટ કરીને બોલને પોઈન્ટ અને થર્ડમેન વચ્ચે ચાર રન માટે મોકલ્યો.
-
Gujarat vs Lucknow Match: બોલિંગમાં બદલાવ
હાર્દિક પંડ્યાએ બોલિંગમાં ફેરફાર કર્યો. હાર્દિક પંડ્યાએ વરુણ એરોનની જગ્યાએ લોકી ફર્ગ્યુસનને બોલિંગ આપી. આ પાવરપ્લેની છેલ્લી ઓવર છે.
-
Gujarat vs Lucknow Match: શમીની ત્રીજી વિકેટ
ઇનિંગની પાંચમી ઓવર કરી રેહલ મો. શમીને વધુ એક સફળતા મળી છે. તેેણે મનીષ પાંડેને બોલ્ડ કર્યો હતો.
-
Gujarat vs Lucknow Match: ગીલનો શાનદાર કેચ
વરૂણ એરોનની ઓવરમાં ચોથા બોલ પર શુભમન ગીલે શાનદાર કેચ પકડીને લખનૌના એવિન લુઇસને આઉટ કર્યો હતો.
-
Gujarat vs Lucknow Match: શમીએ બીજી વિકેટ ઝડપી
મોહમ્મદ શમીએ ગુજરાતને બીજી સફળતા અપાવી. તેણે ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો. શમીએ ત્રીજી ઓવરનો બીજો બોલ ડી કોકને ફેંક્યો હતો. આ બોલ તેના બેટ અને પેડમાંથી પસાર થઈને વિકેટ પર ગયો. ડી કોકે 7 રન બનાવ્યા હતા.
-
Gujarat vs Lucknow Match: મિસફિલ્ડમાં ચોગ્ગો
ત્રીજી ઓવર કરનાર મોહમ્મદ શમીને પ્રથમ બોલ પર ચોગ્ગો મળ્યો. જોકે તે ફિલ્ડર લોકી ફર્ગ્યુસનની મિસફિલ્ડના કારણે ગુજરાત ટીમને નુકસાન થયું. શમીના બોલને એવિન લુઈસે થર્ડ મેન તરફ રમ્યો હતો. જ્યાં ઉભેલા ફર્ગ્યુસને મિસફિલ્ડ કરતા બોલ બાઉન્ડ્રીની પાર પહોંચ્યો હતો અને લખનૌ ટીમને ચાર રન મળ્યા હતા.
-
Gujarat vs Lucknow Match: પહેલા બોલ પર વિકેટ
મેચની પહેલી ઓવરમાં પહેલા જ બોલ પર ગુજરાત ટીમને વિકેટ મળી. મોહમ્મદ શમીની પહેલી ઓવરના પહેલા બોલ પર જ લખનૌ ટીમના સુકાની લોકેશ રાહુલ આઉટ થઇ જતાં ગુજરાત ટીમને મોટી સફળતા મળી.
-
Gujarat vs Lucknow Match: લખનૌ ટીમની પ્લેઇંગ ઇલેવન
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ કેએલ રાહુલ (સુકાની), ક્વિન્ટન ડી કોક, એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, દુષ્મંતા ચમીરા, મોહસીન ખાન.
A look at the Playing XI for #GTvLSG
Live – https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL https://t.co/IwRUSZE08H pic.twitter.com/uZfpKEI8A8
— IndianPremierLeague (@IPL) March 28, 2022
-
Gujarat vs Lucknow Match: ગુજરાતની પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ હાર્દિક પંડ્યા (સુકાની), શુભમન હિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, વિજય શંકર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, વરુણ એરોન અને મોહમ્મદ શમી.
A look at the Playing XI for #GTvLSG
Live – https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL https://t.co/IwRUSZE08H pic.twitter.com/uZfpKEI8A8
— IndianPremierLeague (@IPL) March 28, 2022
-
GT vs LSG : ગુજરાત ટીમે ટોસ જીત્યો
IPL 2022 માં પોતાની પહેલી જ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Gujarat Titans have won the toss and they will bowl first against #LSG.
Live – https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL pic.twitter.com/HZyySJiPSm
— IndianPremierLeague (@IPL) March 28, 2022
Published On - Mar 28,2022 7:02 PM