AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs SRH, IPL 2023: અમદાવાદમાં 5 ખેલાડીઓના ખાતા ‘શૂન્ય’ રહ્યા, ગિલ અને સુદર્શન સિવાય સૌ ‘ઝીરો’ !

Gujarat Titans vs Sunrisers Hyderabad, IPL 2023: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સ ટીમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જેમાં પાંચ ખેલાડીઓ પોતાનુ ખાતુ ખોલાવી શક્યા નહોતા.

GT vs SRH, IPL 2023: અમદાવાદમાં 5 ખેલાડીઓના ખાતા 'શૂન્ય' રહ્યા, ગિલ અને સુદર્શન સિવાય સૌ 'ઝીરો' !
Gujarat Titans ના 5 ખેલાડીઓના ખાતા શૂન્ય
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 10:46 PM
Share

IPL 2023 ની પ્લેઓફમાં પ્રથમ ટીમ તરીકે ગુજરાત ટાઈટન્સ સ્થાન મેળવે એવી સંભાવના પોઈન્ટ્સ ટેબલને જોઈને લાગી રહી છે. સોમવારે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ગુજરાતની ટીમને ઘર આંગણે પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. હૈદરાબાદના બોલર્સે ગુજરાતના બેટર્સને પરેશાન કરી દીધા હતા. હૈદરાબાદ સામે પાંચ એવા બેટર નોંધાયા હતા કે, જે બેટિંગ કરવા મેદાને તો ઉતર્યા હતા, પરંતુ ખાતુ ખોલાવી શક્યા નહોતા. જોકે ગિલની સદીના દમ પર ગુજરાતે પડકારજનક સ્કોર ખડક્યો હતો.

ગુજરાત ટાઈટન્સ ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે સોમવારની મેચ પહેલા એક જ ડગલુ દૂર હોવાની સ્થિતી હતી. સિઝન જેમ જેમ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હતી. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, ગુજરાતની ટીમ આઈપીએલની સિઝનના પ્લેઓફમાં પ્રથમ પહોંચનારી ટીમ હશે. આવો જ દેખાવ ગુજરાતની ટીમ શરુઆતથી જ દર્શાવી રહી છે, જેવો પ્લેઓફમાં સડસડાટ સ્થાન મેળવી શકવા માટે જરુરી હોય.

GT એ પ્રથમ વિકેટ શૂન્ય પર ગુમાવી

શરુઆત જ ગુજરાતની ટીમની શૂન્યથી થઈ હતી. પ્રથમ ઓવરમાં ટીમનુ ખાતુ પણ ખુલ્યુ નહોતુ અને ઓપનર રિદ્ધીમાન સાહાએ વિકેટ ગુમાવી દીધી હતી. તે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ભૂવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. આ સિવાય અગાઉની મેચમાં 10 છગ્ગા વડે ધમાલ મચાવનારો રાશિદ ખાન પણ ગોલ્ડન ડક શિકાર થયો હતો. તે ભૂવનેશ્વરના બોલ પર ક્લાસેનના હાથમાં કેચ આપી બેઠો હતો. નૂર અહેમદ પણ ત્યાર શૂન્ય રને આઉટ થયો હતો. તે ક્લાસેન અને ભૂવનેશ્વરની ચપળતા વડે રન આઉટ થઈ પરત ફર્યો હતો. જ્યારે મોહમ્મદ શામી ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો.

અંતમાં મોહિત શર્મા બેટિંગ માટે આવ્યો હતો. તે વખતે દાસુન શનાકા રમતમાં ક્રિઝ પર મોજૂદ હતો. મોહિત માત્ર એક જ બોલ રમી શક્યો હતો, પરંતુ તે રન લઈ શકવામાં સફળ રહ્યો નહોતો. આમ તે અણનમ રહ્યો હતો, પરંતુ પોતાનુ ખોલી શક્યો નહોતો. આમ પાંચમો ખેલાડી હતો કે, જે શૂન્ય પર જ પેવેલિયન પરત ફર્યો હતો. ગુજરાતે નિર્ધારીત ઓવર્સમાં 188 રનનો સ્કોર 9 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ તપાસમાં લાગી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">