GT vs CSK, IPL 2023 Final: વરસાદ ને લઈ Reserve Day પર ફાઈનલ રદ્દ થાય તો કોને લાગશે લોટરી, હાર્દિક પંડ્યા કે ધોની? આ ટીમના ફેન્સ ઝૂમી ઉઠશે!

IPL 2023 Final on Reserve Day: અમદાવાદમાં રવિવારે ફાઈનલ મેચ રમાનારી હતી, પરંતુ ટોસ પહેલાથી શરુ થયેલા વરસાદની આવન-જાવન રાત્રીના અગીયાર વાગ્યા સુધી રહી હતી અને અંતે મેચ સોમવારે રમવાનો નિર્ણય થયો હતો.

GT vs CSK, IPL 2023 Final: વરસાદ ને લઈ Reserve Day પર ફાઈનલ રદ્દ થાય તો કોને લાગશે લોટરી, હાર્દિક પંડ્યા કે ધોની? આ ટીમના ફેન્સ ઝૂમી ઉઠશે!
IPL 2023 Final postponed on Reserve Day, who will become champion?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 9:03 AM

IPL 2023 Final રવિવારને બદલે સોમવારે થવા જઈ રહી છે. રવિવારે વરસાદ વરસવાને લઈ મેચને સોમવારે શિફ્ટ કરવામાં આવી છે. રવિવારે ટોસ સમય પહેલા જ ધોધમાર વરસાદ વરસવો શરુ થયો હતો. જોકે બાદમાં વરસાદ રોકાતા મેદાનને તૈયાર કરવાની કાર્યવાહી શરુ થઈ હતી અને ફાઈનલ મેચ રમવાની તૈયારીઓ થઈ હતી. પરંતુ એટલામાં ફરીથી વરસાદ વરસવો શરુ થયો હતો. જે વરસાદની આવન-જાવન રાત્રીના 11 કલાક સુધી રહી હતી અને અંતે વરસાદને લઈ મેચને રવિવારે રદ કરી દેવામાં આવી હતી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, જો રવિવારની જેમ જ સોમવારે પણ વરસાદ વિલન બને તો IPL 2023 ચેમ્પિયન કઈ ટીમ બને?

આ વાતનો જવાબ પણ અહીં મોજૂદ છે. ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનનાર હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ ટ્રોફી હાથમાં ઉપાડશે કે, ધોનીની આગેવાનીમાં ચાર વારની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ. જોકે આ વચ્ચે ફેન્સ પણ મેચ રમાય અને ચેમ્પિયન રમતના પ્રદર્શનના દમ પર થાય એમ જરુર ઈચ્છશે. પરંતુ વરસાદી માહોલ ફરી સોમવારે સર્જાય અને રમત રમી જ ના શકાય તો બંનેમાંથી એક ટીમને ચેમ્પિયન તો પસંદ કરવી જરુરી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ગુજરાત કે ચેન્નાઈ, કોના ચાહકોને થઈ જશે મોજ?

રિઝર્વ ડે પર IPL Final રમાઈ શકતી નથી તો, આ માટે પણ બીસીસીઆઈએ પુરી તૈયારીઓ પહેલાથી જ કરેલી છે. જે મુજબ પહેલા તો શક્ય તમામ પ્રયાસ મેદાન પર જ ચેમ્પિયન પસંદ થાય એ પ્રમાણેનુ આયોજન કરવામાં આવેલુ છે. આમ છતાં ના સુપર ઓવર કે ના તો કપાયેલી ઓવર બાદ પણ મેચ થઈ શકે છે તો, આ માટે ચોક્કસ નિયમ છે. જેના આધારે ચેમ્પિયન ટીમ પસંદ કરવામાં આવી શકે છે.

વરસાદને લઈ મેચ નથી થઈ શકતી તો આવી સ્થિતીમાં પોઈન્ટ્સ ટેબલના રેન્કિંગના આધારે ચેમ્પિયન ટીમને પસંદ કરવામાં આવી શકે છે. એટલે કે પોઈન્ટ્સ ટેબલમાં જે ટીમ સૌથી ઉપર એટલે કે પ્રથમ સ્થાને રહી હોય એ ટીમને ચેમ્પિયન તરીકે પસંદ કરવામાં આવી શકે છે. હવે આવી સ્થિતીમાં ગુજરાત ટાઈટન્સ સતત બીજી સિઝનમાં ચેમ્પિયન બની શકે છે. ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં પોતાની બીજી સિઝન રમી રહ્યુ છે અને સતત બીજી સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચી છે. પ્રથમ સિઝનમાં જ ધમાકેદાર એન્ટ્રી કરતા ટીમ સીધી ટાઈટલ જીતી હતી.

આ પણ વાંચોઃ IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ

આવુ માત્ર ચોથીવાર

અત્યાર સુધી આમ તો રવિવારે જ મોટા ભાગે ફાઈનલ મેચ રમાતી આવી હોવાની પરંપરા રહી છે. પરંતુ આઈપીએલ ઈતિહાસમાં જોવામાં આવે તો આવુ ચોથી વાર થઈ રહ્યુ છે કે, ફાઈનલ મેચ રવિવારને બદલે અન્ય દિવસે રમાઈ રહી છે. આમ તો નિર્ધારીત કાર્યક્રમ મુજબ રવિવારે જ IPL Final રમાનારી હતી. પરંતુ વરસાદ વિલન બનતા આખરે મેચ રિઝર્વ ડે પર રમાઈ રહી છે. આ પહેલા ત્રણ વાર મેચ રવિવારના બદલે અન્ય દિવસે રમાઈ છે. જોકે રિઝર્વ ડે પર ફાઈનલ મેચ રમાઈ રહી હોય એવુ પ્રથમ વાર બની રહ્યુ છે.

આ પણ વાંચોઃ CSK vs GT IPL 2023 Final: મોદી સ્ટેડિયમની એક તસ્વીર વાયરલ થઈ અને મચી ગઈ હલચલ! ચેન્નાઈના ચાહક ભડક્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">