CSK vs GT IPL 2023 Final: મોદી સ્ટેડિયમની એક તસ્વીર વાયરલ થઈ અને મચી ગઈ હલચલ! ચેન્નાઈના ચાહક ભડક્યા
CSK vs GT IPL 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મેચ રમાનારી છે. વરસાદે આ મેચની મજાને ખરાબ કરી છે, આ દરમિયાન એક તસ્વીરે ખૂબ હલચલ મચાવી છે.
IPL 2023 Final ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચની શરુઆત પહેલા જ વરસાદ કરા સાથે વરસતા જ ચાહકોની મજા ખરાબ કરી દીધી છે. ગુજરાતની ટીમના ચાહકો સાથે અમદાવાદમાં ફાઈનલમાં ધોની અને ચેન્નાઈના ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પરંતુ મેચ પહેલાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચેન્નાઈના ચાહકોએ આ તસ્વીરને જોઈને ભડકી રહ્યા છે તો, બીજી તરફ ફેન્સ પણ ભડક્યા છે.
સૌને સવાલ એ વાતનો છે કે, IPL 2023 નુ ચેમ્પિયન કોણ બનશે. ચાર વાર ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ કે પછી ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનનાર ગુજરાત ટાઈટન્સ. ગુજરાત સતત બીજી સિઝનમાં ફાઈનલ મેચમાં પહોંચ્યુ છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટીમ ગત સિઝનમાં ડેબ્યૂ કરતા ચેમ્પિયન બન્યા બાદ સળંગ બીજી સિઝનમાં ફાઈનલની ટિકિટ મેળવી છે.
ચેન્નાઈને રનર્સઅપ બતાવતી તસ્વીર વાયરલ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બિગ સ્ક્રિનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીર પર ચાહકોતો મજા લઈ રહ્યા છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સને રનર્સ અપ દર્શાવતી આ તસ્વીરને લઈ ચેન્નાઈ અને ધોનીના ચાહકો સ્વાભાવિક જ ભડકી ઉઠે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીર માં રનર અપ ચેન્નાઈ સુપર કિંગ્સ લખેલુ જોવા મળી રહ્યુ છે.
Script Leaked??#IPLFinals #IPL2023Final #CSKvGT #csk#MSDhoni #HardikPandya pic.twitter.com/z9Mh3NEyx8
— Sai Harinath Gandikota (@SaiHarinathGan2) May 28, 2023
જોકે ઘણાંખરા યુઝરે તો આ તસ્વીર ને મજાકના રુપમાં જોઈ હતી અને તેની પર મજાક કરતી કોમેન્ટસ પણ કરી હતી. તો ઘણાં ખરાએ સ્ક્રિપ્ટ લીક કરી અને મેચ ફિક્સ કરીને કોમેન્ટ્સ અને કેપ્શન લખીને તસ્વીરને શેર કરી હતી.
સાચી હકીકત શુ છે?
હવે તમને એમ થશે કે આ તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને સ્ક્રિપ્ટ વાયરલ લખીને કોમેન્ટ થઈ રહી છે તો કારણ શુ છે. તો એ પણ જાણી લો. જ્યારે આવડી મોટી ટૂર્નામેન્ટની ફાઈનલ અને ક્લોઝિંગ સેરેમનીનુ આયોજન થઈ રહ્યુ હોય એટલે બારીકાઈથી તમામ બાબતોને લઈ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. આવી સ્થિતીમાં આ તસ્વીર ટેસ્ટીંગ દરમિયાનની છે. જેને કોઈએ વાયરલ કરી હતી.