World Cup: ન્યુઝીલેન્ડ માટે સારા સમાચાર, કેન વિલિયમસને નેટ પ્રેક્ટિસ કરી શરૂ, જુઓ Video

કેન વિલિયમસન IPL 2023માં ઈજાગ્રસ્ત થયો હતો અને તેથી જ તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેના ODI વર્લ્ડ કપ રમવા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ હાલમાં જ સામે આવેલ તેનો વીડિયો જોયા બાદ તેના ચાહકો ખુશ થઈ જશે.

World Cup: ન્યુઝીલેન્ડ માટે સારા સમાચાર, કેન વિલિયમસને નેટ પ્રેક્ટિસ કરી શરૂ, જુઓ Video
Kane Williamson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 11:02 PM

ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ એક વખત પણ વર્લ્ડ કપ જીતી શકી નથી. આ ટીમ બે વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ હારી ગઇ હતી. આ વખતે વર્લ્ડ કપ (World Cup 2023) ભારતમાં રમાવાનો છે અને આ વર્લ્ડ કપને લઈને ન્યૂઝીલેન્ડ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે વાપસી માટે તૈયાર છે. વિલિયમસને સોમવારે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ન્યૂઝીલેન્ડની ટીમ અને તેના પ્રશંસકોને રાહત આપશે.

IPL 2023માં થયો હતો ઇજાગ્રસ્ત

વિલિયમસન આ વર્ષે IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો. IPL 2023ની પહેલી જ મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. વિલિયમસન ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો હતો અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બાઉન્ડ્રી પર કેચ લેતી વખતે તેના જમણા ઘૂંટણમાં ખરાબ રીતે ઈજા થઈ હતી. આ કારણે તે લાંબા સમયથી ટીમની બહાર છે. એવા અહેવાલ હતા કે તે ODI વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વિલિયમસને પોસ્ટ કર્યો વીડિયો

વિલિયમસને હવે જે વીડિયો પોસ્ટ કર્યો છે તેના પરથી લાગે છે કે તે વર્લ્ડ કપમાં રમી શકે છે. વિલિયમસને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે નેટ્સમાં બેટિંગ કરી રહ્યો છે. વિલિયમસને નેટ્સ પર થ્રો ડાઉન પર બેટિંગ કરી હતી. આ વિડિયો સાથે વિલિયમસને કેપ્શન લખ્યું છે કે નેટ્સ પર પાછા ફરવા અને ફરીથી બેટ પકડીને તેને સારું લાગે છે.

View this post on Instagram

A post shared by Kane Williamson (@kane_s_w)

ODI વર્લ્ડ કપમાં કમબેક કરશે?

વિલિયમસને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી પરંતુ તે ODI અને T20 ટીમનો કેપ્ટન છે. તેની કેપ્ટનશીપ હેઠળ જ ન્યુઝીલેન્ડ વર્ષ 2019માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડ સામે નાટકીય રીતે હાર્યું હતું.

આ પણ વાંચો : Breaking News: IND vs WI: ત્રીજી ODIમાં પણ રોહિત-વિરાટને આરામ, ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ 11 કર્યા બે ફેરફાર

સર્જરી કરવામાં આવી હતી

IPL 2023ની પ્રથમ મેચમાં જ વિલિયમસનને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે પોતાના ઘરે પરત ફર્યો અને એપ્રિલમાં તેની સર્જરી થઈ. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે તે વર્લ્ડ કપ સુધી ફિટ નહીં હોય અને આવી સ્થિતિમાં તે મેન્ટર તરીકે ટીમ સાથે જઈ શકે છે. પરંતુ જૂનમાં સમાચાર આવ્યા હતા કે વિલિયમસન વર્લ્ડ કપ રમવા માટે સખત મહેનત કરી રહ્યો છે અને એવી સંભાવના છે કે તે ODI વર્લ્ડ કપ સુધી ફિટ થઈ જશે. હવે વિલિયમસનનો જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને લાગે છે કે તે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ બની શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">