Gautam Gambhir Big Statement: ગૌતમ ગંભીરના વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?
Gautam Gambhir slams on Pan Masala: ગૌતમ ગંભીરે પૂર્વ ક્રિકેટરો પર સીધો હુમલો કર્યો નથી. પરંતુ નામ લીધા વગર પણ ઘણું બધું કહી દેવામાં આવ્યું છે. ગંભીરનું લેટેસ્ટ નિવેદન પાન-મસાલા બ્રાન્ડને પ્રમોટ કરી રહેલા પ્રખ્યાત ક્રિકેટરો સાથે સંબંધિત છે.
ગૌતમ ગંભીર સતત ચર્ચામાં રહે છે. અને, તે તેના એક પછી એક નિવેદનોને કારણે છે. કેટલાક જૂના નિવેદનો પણ વાયરલ થયા હતા. પરંતુ, તે તાજેતરમાં સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેલ, કપિલ દેવ જેવા દિગ્ગજ ખેલાડીઓની ટીકા કરીને ચર્ચામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે આ બધા પર સીધો હુમલો કર્યો નથી. પરંતુ નામ લીધા વગર પણ ઘણું બધું કહી દેવામાં આવ્યું છે. ગંભીરનું લેટેસ્ટ નિવેદન પાન-મસાલા બ્રાન્ડને પ્રમોટ કરી રહેલા પ્રખ્યાત ક્રિકેટરો સાથે સંબંધિત છે.
આઈપીએલ મેચ દરમિયાન સહેવાગ, ગાવસ્કર, કપિલ ગેલ તમામ લોકો એક પાન મસાલા કંપનીના માઉથ ફ્રેશનરની જાહેરાત કરતા જોવા મળ્યા હતા. ગંભીરે કહ્યું કે, ક્રિકેટર, જે એક રોલ મોડલની જેમ હોય છે. તે આવું કેમ કરી શકે.
પાન મસાલાની જાહેરાત કરનાર ક્રિકેટરો પર ગંભીર ગુસ્સે
ધ ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે ગૌતમ ગંભીરના કહેવા પ્રમાણે, તેણે ક્યારેય પોતાના જીવનમાં પાન મસાલાની જાહેરાત કરવાનું વિચાર્યું ન હતું. આ માત્ર હાસ્યાસ્પદ નથી પણ દુઃખદ પણ છે. એટલા માટે હું વારંવાર કહું છું કે જો તમે તમારા રોલ મોડલને પસંદ કરી રહ્યા છો તો હંમેશા સાવચેત રહો. પાન મસાલાની જાહેરાત કરી ક્રિકેટરો શું દાખલો બેસાડવા માગે છે?
View this post on Instagram
ગૌતમ ગંભીરે પોતાના નિવેદનમાં કોઈ ક્રિકેટરનું નામ લીધું નથી. પરંતુ તેના કહેવા મુજબ હવે તેની ઓળખ તેનું નામ નહીં પરંતુ તેનું કામ છે. દેશના કરોડો બાળકો તેમને ફોલો કરે છે. ગંભીરે કહ્યું કે પૈસા કમાવવાના બીજા રસ્તા છે તો પછી પાન મસાલાની જાહેરાત શા માટે?
ગૌતમ ગંભીરે 3 કરોડની ઓફર ફગાવી હતી
બેટ્સમેન ગૌતમ ગંભીરે જણાવ્યું કે જ્યારે તેણે 2018માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ છોડી ત્યારે તેને પાન મસાલા કંપની તરફથી 3 કરોડ રૂપિયાની ઓફર આવી હતી. પરંતુ, તેણે નકારી કાઢી હતી.ગંભીરે કહ્યું કે, હું ઈચ્છુ તો પૈસા લઈ શકતો હતો પરંતુ મે જાહેરાત છોડી દીધી હતી. સચિન તેડુંલકરને પણ પાન મસાલાની જાહેરાતથી 20-30 કરોડની ઓફર મળી હતી પરંતુ તેમણે પાન મસાલાની જાહેરાત નકારી કાઢી હતી કારણ કે, તેના પિતાનું વચન હતુ કે, તે ક્યારે પણ એવી જાહેરાત નહિ કરે કારણ એ કે તે દેશનો રોલ મોડલ છે.