IND vs SL: કેપ્ટન બન્યા બાદ પણ સૂર્યકુમાર યાદવ હારી ગયો, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે લીધો ચોંકાવનારો નિર્ણય

સૂર્યકુમાર યાદવને T20 ટીમની કેપ્ટનશીપ મળી છે પરંતુ એક મોરચે તેને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિએ તેને ODI ફોર્મેટ માટે ટીમમાંથી બહાર કરી દીધો છે. એક તરફ સૂર્યાને T20 ટીમની કપ્તાની મળી અને બીજી તરફ તેને ODI ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવતા સૂર્યાને જીત છતાં હાર મળી છે, એમ કહી શકાય.

IND vs SL: કેપ્ટન બન્યા બાદ પણ સૂર્યકુમાર યાદવ હારી ગયો, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે લીધો ચોંકાવનારો નિર્ણય
Suryakumar Yadav
Follow Us:
| Updated on: Jul 19, 2024 | 4:06 PM

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થતા જ ભારતીય ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આશ્ચર્ય થયું કારણ કે આ ટીમમાં હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પણ છીનવાઈ ગઈ હતી. અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ બહાર છે. એટલું જ નહીં, સૂર્યકુમાર યાદવને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ ખેલાડીને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિએ પણ મોટો ઝટકો આપ્યો હતો.

T20 ટીમનો કેપ્ટન ODI ટીમમાંથી બહાર

વાસ્તવમાં સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ તેને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવને ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમમાં જગ્યા મળી હતી પરંતુ ખરાબ પ્રદર્શન બાદ તેને આ ફોર્મેટમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સૂર્યકુમાર યાદલની જગ્યાએ રિયાન પરાગને વનડે ટીમમાં તક મળી છે. આ ખેલાડીને T20 ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે ગૌતમ ગંભીર અને પસંદગીકારોએ રિયાન પરાગ પર આટલી દયા કેમ બતાવી?

રિયાન પરાગની વિશેષતા

રિયાન પરાગને ODI અને T20 ટીમમાં સ્થાન મળ્યું છે કારણ કે તે મિડલ ઓર્ડર બેટ્સમેન હોવાની સાથે સાથે સારો ઓલરાઉન્ડર પણ છે. લાંબા સિક્સર મારવા ઉપરાંત, રિયાન પરાગ સ્ટ્રાઈકને રોટેટ કરી શકે છે અને જરૂર પડ્યે ઓફ-સ્પિન પણ કરી શકે છે. ટીમ ઈન્ડિયા ઘણા સમયથી એવા બેટ્સમેનની શોધમાં હતી જે જરૂર પડ્યે બોલિંગ પણ કરી શકે. રિયાન પરાગ આ સ્લોટમાં ફિટ બેસે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

IPLમાં મચાવી ધમાલ, ઝિમ્બાબ્વે શ્રેણીમાં મળી તક

રિયાન પરાગ માટે IPL 2024 શાનદાર રહ્યું. આ 22 વર્ષીય ઓલરાઉન્ડરે રાજસ્થાન માટે 16 મેચ રમી અને 14 ઈનિંગ્સમાં 573 રન બનાવ્યા. તેણે રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રિયાનના શાનદાર ફોર્મના આધારે તેને ઝિમ્બાબ્વે શ્રેણીમાં તક મળી હતી, પરંતુ તે ત્યાં પ્રભાવ પાડી શક્યો નહોતો. જોકે, પસંદગીકારોએ આ ખેલાડી પર વધુ વિશ્વાસ દર્શાવ્યો છે.

ઘરેલુ ક્રિકેટમાં દમદાર રેકોર્ડ

22 વર્ષના પરાગે ઘરેલુ ક્રિકેટમાં પણ સારૂ પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ 49 લિસ્ટ A મેચમાં કુલ 50 વિકેટ લીધી છે. સૈયદ મુશ્તાક હોય કે વિજય હજારે ટ્રોફી હોય, રિયાન પરાગે બંને ટૂર્નામેન્ટમાં 500 થી વધુ રન બનાવ્યા. તે સ્પષ્ટ છે કે પરાગમાં ક્ષમતા છે અને તેનું ફોર્મ પણ સારું છે. જો તેને શ્રીલંકામાં તક મળે અને સારું પ્રદર્શન કરે તો આ ખેલાડીનું નસીબ ચમકી શકે છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાને કેપ્ટન્સીથી હટાવવા પાછળ ગૌતમ ગંભીર નહીં રોહિત શર્માનો છે હાથ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">