જસપ્રીત બુમરાહના બુટ ઉપર છે પાકિસ્તાનની નજર, પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું બુમરાહના બુટ ચોરી લો, જુઓ વીડિયો

|

Jul 09, 2024 | 5:01 PM

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાં તો ચેમ્પિયન બની ગઈ છે. જેમાં અમદાવાદના ખેલાડી જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વસીમ અકરમ કહી રહ્યો છે કે, બુમરાહને કેવી રીતે રોકી શકાય.

જસપ્રીત બુમરાહના બુટ ઉપર છે પાકિસ્તાનની નજર, પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું બુમરાહના બુટ ચોરી લો, જુઓ વીડિયો

Follow us on

વર્લ્ડકપ 2023માં ભારતે ઈંગ્લન્ડને હરાવી મેચ જીતી હતી. આ મેચમાં બુમરાહ અને શમી બંન્ને સાથે મળી 7 વિકેટ લીધી હતી. તો આને લઈ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે કહ્યું કે, બુમરાહને આવી રીતે રોકી શકાય છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ખતરનાક બોલિંગથી બચવા વિશે મજેદાર વાત કરી છે. વર્લ્ડકપ 2023માં પણ જસપ્રીત બુમરાહની બોલિંગ શાનદાર રહી છે. આ સાથે ટી20 વર્લ્ડકપ 2024માં પણ બુમરાહની બોલિંગ સુંદર રહી છે. વસીમ અકરમે કહ્યું બુમરાહને રોકવા માટે એક શાનદાર રીતે છે તેના બુટ ચોરી લો.

જીત બાદ રડ્યો બુમરાહ

બુમરાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની ઈમોશનલ મોમેન્ટનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે તે કોઈ પણ મેચ બાદ રોતો નથી. પોતાની ભાવના પર કાબુ રાખે છે, પરંતુ જ્યારે ટી20 વર્લ્ડકપ જીતી પોતાના પુત્ર અંગદને સામે જોયો, તો તે પોતાને રોકી શક્યો નહિ અને બેથી ત્રણ વખત રડ્યો હતો. ટી20 વર્લ્ડકપ 2024માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા બાદ હવે આઈસીસીએ જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

સૂતી વખતે તકિયા નીચે તુલસીના પાન રાખવાના ફાયદા, જાણી ચોંકી જશો
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પુત્રીનો પ્રથમ ફોટો શેર કર્યો
Jaggery Benefits : રોજ થોડોક ગોળ ખાવાથી શું ફાયદો થાય છે?
ગિલોય અને હળદરનું પાણી પીવાથી થાય છે અનેક લાભ
શાહરૂખ ખાનના બર્થડે સેલિબ્રેશનની Inside તસવીર, જુઓ કોણ આવ્યું હતું પાર્ટીમાં?
કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?

આખી ટી20 વર્લ્ડકપ 2024ની ટૂર્નામેન્ટમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી છે. ત્યારબાદ ફાઈનલ મેચમાં તો તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ જે બોલિંગ કરી તેને ચાહકો વર્ષો સુધી યાદ રાખશે.

સુપર-8માં શાનદાર રહ્યું પ્રદર્શન

ટૂર્નામેન્ટના સુપર 8ની વાત કરીએ તો બુમરાહની બોલિંગ ધાતક રહી છે. 3 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. ત્યારબાદ બુમરાહે ઈંગ્લેન્ડ સામે ભારતને સેમિફાઈનલમાં 12 રન આપી 2 વિકેટ પોતાને નામ કરી હતી. ફાઈનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ માત્ર 18 રન આપી 2 વિકેટ લીધી હતી.

માત્ર એક જોડી ટી-શર્ટ અને એક બુટ હતા

નાનપણમાં બુમરાહ સ્કૂલેથી પાછા ફર્યા બાદ તેના ઘરની ટેરેસ પર બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો. જેથી અવાજ ઓછો થાય અને માતા ગુસ્સે ન થાય. બુમરાહે તેની કારકિર્દીની શરૂઆત પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષથી ભરેલા જીવન વિશે જણાવ્યું હતુ. બુમરાહે કહ્યું કે એક સમય હતો જ્યારે તેની પાસે માત્ર એક જોડી ટી-શર્ટ અને એક બુટ હતા.

Next Article