પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પોતાની જ ટીમની ઉડાવી મજાક, જીતનો ફની મંત્ર આપ્યો
પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ 2023 શરૂ થવા પહેલા સેમી ફાઈનલની દાવેદાર તરીકે ગણવામાં આવી રહી હતી, પરંતુ આ ટીમનું પ્રદર્શન એટલું ખરાબ હતું કે સેમી ફાઈનલમાં પહોંચવું માત્ર ચમત્કાર પર જ નિર્ભર છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પોતાની જ ટીમની મજાક ઉડાવી છે.
બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાનની ટીમ અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી અને તેમના માટે સેમી ફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન ઝડપી બોલર વસીમ અકરમે પોતાની જ ટીમની મજાક ઉડાવી છે. વસીમ અકરમે મજાકમાં પાકિસ્તાન માટે સેમી ફાઈનલમાં પહોંચવાનો રસ્તો જણાવ્યો હતો.
પાકિસ્તાન માટે સેમી ફાઈનલના દરવાજા બંધ !
પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમવાની છે. ઈંગ્લેન્ડ પહેલાથી જ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. પરંતુ જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં પહોંચવું હોય તો ઈંગ્લેન્ડને ઓછામાં ઓછા 280 રનથી હરાવવું પડશે અથવા ઈંગ્લેન્ડ પાકિસ્તાનને જે પણ ટાર્ગેટ આપશે તે પાંચ ઓવરમાં હાંસલ કરવું પડશે. આ રીતે પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી શકે છે, પરંતુ વાસ્તવમાં તે અશક્ય છે.
અકરમે પાકિસ્તાનને જીતનો ફની મંત્ર આપ્યો
પાકિસ્તાનના ટોક શો ધ પેવેલિયનમાં ગેસ્ટ તરીકે હાજર રહેલ અકરમે પાકિસ્તાનની ટીમને સેમી ફાઈનલમાં કેવી રીતે પહોંચશે તે જણાવ્યું હતું. શો પહેલા વસીમ અકરમે કહ્યું હતું કે પાકિસ્તાન પહેલા બેટિંગ કરે અને પછી ઈંગ્લેન્ડના ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં બહારથી બંધ કરી દે અને 20 મિનિટમાં બધાને ટાઈમ આઉટ કરીને મેચ જીતી લે.
Wasim Akram shares a humorous piece of advice for Babar Azam and Co on how to qualify for the semi-finals #PakistanCricket #WasimAkram #BabarAzam pic.twitter.com/5DtVnbsHLn
— OneCricket (@OneCricketApp) November 10, 2023
મિસ્બાહ ઉલ હકે પણ લીધી મજા
આ પછી મિસ્બાહે અકરમના આઈડિયા પર બીજો આઈડિયા આપ્યો હતો. તેણે કહ્યું કે પહેલા બેટિંગ કરવાની શું જરૂર છે. ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવા દો અને મેદાનમાં પ્રવેશતા પહેલા ડ્રેસિંગ રૂમને તાળું મારી દો. જો કે આ શક્ય નથી,
મજાકમાં કહેલી વાતોથી પણ બાબરને દુઃખ થશે
પરંતુ આ શોમાં બેઠેલા અકરમ અને મિસ્બાહ તેમજ શોએબ મલિક અને મોઈન ખાને સ્વીકાર્યું છે કે પાકિસ્તાન જે સ્થિતિમાં છે, તેમનું સેમી ફાઈનલમાં પહોંચવું અશક્ય છે. એટલા માટે તેમણે મજાકમાં આ વાતો કહી છે. જો બાબર આ વાતો સાંભળશે તો ચોક્કસ તેને દુઃખ થશે.
આ પણ વાંચો : બોલ્ડ કરી વિકેટ ઝડપવામાં માસ્ટર છે આ બોલરો, ભારતના બે દિગ્ગજો પણ છે ટોપ 10માં સામેલ