Mind Game : વર્લ્ડ કપ પહેલા વિરાટ-રોહિત વચ્ચે ઝઘડો કરાવવા પાકિસ્તાની ખેલાડીનો પ્રયાસ !
ટીમ ઈન્ડિયાએ હજુ પોતાની વર્લ્ડ કપ ટીમ નક્કી કરી નથી, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી ટીમોએ પોતાની ટીમ નક્કી કરી લીધી છે. પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમ લગભગ તૈયાર છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ટીમ ઈન્ડિયા પર નિશાન સાધ્યું છે અને તેણે વિરાટ-રોહિતને લડાવવાનો પ્રયાસ કર્યો છે.
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ક્રિકેટર્સ અવારનવાર એવા કામ કરે છે જેને સાંભળીને લોકો માથું પકડી લે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે કંઈક આવું જ કહ્યું છે. તેણે પોતાના શબ્દોથી વિરાટ કોહલી (Virat Kohli)અને રોહિત શર્મા વચ્ચે અંતર ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. રાશિદ લતીફે રોહિત શર્મા (Rohit Sharma)ની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે અને વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે જો તે કેપ્ટન હોત તો ભારતની વર્લ્ડ કપ ટીમ અત્યાર સુધીમાં તૈયાર થઈ ગઈ હોત.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનનું નિવેદન
રાશિદ લતીફે એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓ સાથે ઘણા પ્રયોગો કર્યા છે. તેણે ખાસ કરીને મિડલ ઓર્ડરમાં એટલે કે નંબર 4 થી નંબર 7 સુધી અવારનવાર ફેરફાર કર્યા અને અત્યાર સુધી ત્યાં કોઈ સેટ બનાવવામાં આવ્યો નથી. રાશિદ લતીફે વધુમાં કહ્યું કે જો વિરાટ કોહલી કેપ્ટન હોત તો ભારતની ટીમ અત્યાર સુધીમાં ફાઈનલ થઈ ગઈ હોત.
Former Pakistan cricketer Rashid Latif makes a bold statement ahead of India vs Pakistan match 👀#INDvPAK #ViratKohli #RohitSharma #SuryakumarYadav #AsiaCup2022 pic.twitter.com/9UMfcga0c3
— CricTracker (@Cricketracker) September 4, 2022
રોહિત-વિરાટ વચ્ચે અંતર ઉભું કરવાનો પ્રયાસ
રાશિદ લતીફના આ નિવેદનને વિરાટ અને રોહિત વચ્ચે વિભાજન બનાવવાનો પ્રયાસ ગણી શકાય. વિરાટ કોહલીએ સુકાનીપદ છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે અને પાકિસ્તાન વતી પોતાની કેપ્ટનશીપ વિશે રટણ કરી ક્યાંક ને ક્યાંક રોહિત શર્મા પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે પોતાની ટીમ પર ધ્યાન આપવું જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ક્યારે થશે અને કોણ રમશે તે નક્કી કરવા માટે ભારતમાં ઘણા અનુભવી લોકો છે.
આ પણ વાંચો : Rich Tennis Players: ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતનારી ડેનમાર્કની સૌપ્રથમ ખેલાડી ‘કેરોલિન વોઝનિયાકી’
ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે?
હવે સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે ? વર્લ્ડ કપ હજુ દૂર છે, પરંતુ હાલમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે 17 ખેલાડીઓની જાહેરાત કરી શકે છે. ટીમની જાહેરાત 20 ઓગસ્ટ સુધીમાં થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે એશિયા કપમાં જે ખેલાડીઓ રમશે તેઓ વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં BCCI ટીમ ઈન્ડિયા નક્કી કરવામાં પૂરો સમય લેવા માંગે છે. કારણ કે તેના ચાર મહત્વના ખેલાડીઓ કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની મેચ ફિટનેસ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ શકી નથી.