AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2022: શ્રીલંકાના ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર, હવે આ દેશમાં એશિયા કપનું આયોજન થશે

Cricket : શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એશિયા કપ 2022 (Asia Cup 2022) નું આયોજન પર પ્રશ્નાર્થ છે. ત્યારે આગામી ટુર્નામેન્ટ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલના બોર્ડના સભ્યોએ બીજા વિકલ્પ વિશે પણ વાત કરવાનું શરૂ કરી દીધું છે.

Asia Cup 2022: શ્રીલંકાના ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર, હવે આ દેશમાં એશિયા કપનું આયોજન થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:13 PM
Share

શ્રીલંકા (Sri Lanka Crisis) માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એશિયા કપ 2022 (Asia Cup 2022) નું આયોજન શ્રીલંકાની બહાર UAE માં થઈ શકે છે. આગામી ટુર્નામેન્ટ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Counsil) ના બોર્ડના સભ્યોએ બીજા વિકલ્પ પર પણ વાત કરવાનું શરૂ કરી દીધું છે. ક્રિકબઝના જણાવ્યા અનુસાર, યુએઈમાં ACC અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે તાજેતરમાં વાતચીત થઈ છે. આ વાતચીતમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket) ને લૂપમાં રાખવામાં આવી રહી છે. આ સિવાય એશિયા કપ એ જ તારીખોથી શરૂ થશે જે અગાઉ નક્કી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે એશિયા કપ 26 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. તો આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. પાડોશી દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ઘણી વણસી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડે સરકારના દબાણમાં એશિયા કપ 2022 નું આયોજન કર્યું હતું. પરંતુ હવે ત્યાંની સરકાર બદલાઈ જતાં ફરી નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ પોતાની જવાબદારીઓ છોડીને ભાગી ગયા હતા. તેમની ગેરહાજરીમાં નવા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો છે.

હાલના સંજોગોમાં એશિયા કપનું આયોજન શ્રીલંકામાં શક્ય નથી લાગી રહ્યુંઃ ACC

ગત શનિવારની વાત કરીએ તો એશિયન ક્રિકેટ કાઉન્સીલ (ACC) ના સભ્યએ કહ્યું, “હાલના સંજોગોને જોતા એવું લાગે છે કે ચેમ્પિયનશિપની યજમાનીનો આ સમય યોગ્ય નથી.” એક અધિકારીનું માનવું છે કે પરિવર્તનની પ્રબળ શક્યતા છે. યોગાનુયોગ તાજેતરમાં બોર્ડે ઓસ્ટ્રેલિયાની ટીમનું સફળ આયોજન કર્યું છે. હવે બોર્ડ પાકિસ્તાનની યજમાની કરવા તૈયાર છે.

જો કે આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નો મત અલગ છે. બોર્ડનું કહેવું છે કે, ‘અમારી પહેલી પ્રાથમિકતા શ્રીલંકાને સમર્થન અને ત્યાં એશિયા કપનું આયોજન કરવાની છે. જો આ ટૂર્નામેન્ટ ત્યાં નહીં થાય તો તેમને ઘણું નુકસાન થશે. હાલમાં જ અહીં ઓસ્ટ્રેલિયાએ પોતાનો પ્રવાસ કોઈપણ સમસ્યા વિના પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત પાક ટીમ પણ શ્રીલંકાના પ્રવાસે છે. હાલમાં ગ્રીન આર્મી પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે.

Follow Us
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
g clip-path="url(#clip0_868_265)">