AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતા રોહિત શર્માના ફેન્સ થયા ગુસ્સે, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

રોહિત શર્મા 2013થી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેના હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019, 2020માં ટાઈટલ જીત્યું હતું. આ ટીમ ગયા વર્ષે પણ પ્લેઓફમાં પહોંચી હતી. રોહિત મુંબઈ ઈન્ડિયન્સને ટોચ પર લઈ ગયો અને બાદમાં ભારતીય ટીમનો પણ કેપ્ટન બન્યો, જોકે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિકને ટીમનો કેપ્ટનબ બનાવતા રોહિતના ફેન્સ નિરાશ થયા હતા.

હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતા રોહિત શર્માના ફેન્સ થયા ગુસ્સે, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે
Hardik & Rohit
| Updated on: Dec 16, 2023 | 8:30 AM
Share

જો IPLના સૌથી સફળ કેપ્ટનનું નામ આવે છે, તો તે લિસ્ટમાં માત્ર એક જ કેપ્ટન છે જે મહેન્દ્ર સિંહ ધોનીને ટક્કર આપી શકે છે. તે કેપ્ટનનું નામ છે રોહિત શર્મા. રોહિતની કપ્તાનીમાં જ મુંબઈ ઈન્ડિયન્સે તેનું પ્રથમ IPL ટાઈટલ જીત્યું હતું. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી, પરંતુ શુક્રવારે આ ફ્રેન્ચાઈઝીએ બધાને ચોંકાવી દીધા અને મોટો નિર્ણય લીધો.

રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવતા ફેન્સ થયા નિરાશ

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થયેલા હાર્દિક પંડ્યાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી અને રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવી દીધો હતો. આ સાથે સમગ્ર ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આનાથી રોહિતના ફેન્સ ખૂબ નારાજ થયા હતા. તેમાંથી એક ચાહકે તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ પણ બાળી નાખી હતી.

રોહિત શર્મા એક સફળ કપ્તાન સાબિત થયો

રોહિત 2013થી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019, 2020માં ટાઈટલ જીત્યું હતું. આ ટીમ ગયા વર્ષે પણ પ્લેઓફમાં પહોંચી હતી. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને ટોચ પર લઈ ગયો હતો જે બાદ તે ટીમ ઈન્ડિયાનો પણ કેપ્ટન બન્યો હતો અને આજે ભારતની નેશનલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

એક ફેનનો વીડિયો વાયરલ થયો

હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવાનો નિર્ણય સામે આવતાની સાથે જ રોહિતના ચાહકો અને મુંબઈના કેટલાક ચાહકો પણ નિરાશ થઈ ગયા હતા. આ કારણે મુંબઈએ તેના ઘણા ફોલોવર્સ પણ ગુમાવ્યા હતા. આ દરમિયાન ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પ્રશંસક મુંબઈ ઈન્ડિયન્સની કેપ જમીન પર પછાડે છે અને પછી તેને પગથી કચડી નાખે છે. આ પછી આ વ્યક્તિ આ ટોપી સામે રાખે છે. આ વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે રોહિત શર્મા બધાથી ઉપર છે. આના પરથી સમજી શકાય છે કે રોહિતની ફેન ફોલોઈંગ કેવી છે.

હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી

પંડ્યાએ 2015માં રોહિતની કેપ્ટનશીપમાં તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2022ની મેગા ઓક્શન પહેલા જ્યારે મુંબઈએ પંડ્યાને રિટેન ન કર્યો ત્યારે પંડ્યાને નવી ટીમ ગુજરાતે ખરીદ્યો. ગુજરાતે પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો. તેમની કપ્તાનીમાં ટીમે પ્રથમ સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો. બીજી સિઝન એટલે કે IPL 2023માં ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. જોકે, આ ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન

બે સિઝનમાં ફાઇનલાં પહોંચવાના કારણે ગુજરાત ટાઈટન્સ અને હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં પણ સાથે જ રહેશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા આશ્ચર્યજનક રીતે ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. હવે તેને આ ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ બાબતે ચાહકોનો એક જ મત છે કે ‘આ ખોટું છે.’

આ પણ વાંચો: શું ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? ટૂર્નામેન્ટ પર ICC તરફથી મોટા સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">