IPL 2022: કોહલી જે કામ ન કરી શક્યો તે કામ ફાફ ડુ પ્લેસિસે કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

|

Mar 27, 2022 | 11:23 PM

IPL 2022: ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં 57 બોલનો સામનો કર્યો હતો અને 7 છગ્ગા અને 3 છોગ્ગાની મદદથી 88 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

IPL 2022: કોહલી જે કામ ન કરી શક્યો તે કામ ફાફ ડુ પ્લેસિસે કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Faf du Plassis (PC: IPL)

Follow us on

બેંગ્લોર (Royal Challengers Bengaluru) ટીમના નવા સુકાની ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) IPL 2022 ની પહેલી જ મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે પોતાની બેટિંગના દમ પર ઘણા રેકોર્ડ બનાવ્યા. ડુ પ્લેસિસે આ મેચમાં 57 બોલનો સામનો કર્યો હતો અને 7 છગ્ગા અને 3 છોગ્ગાની મદદથી 88 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સ બાદ તે સુકાની તરીકે ડેબ્યૂ મેચમાં બેંગ્લોર ટીમ માટે અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી સહિત બેંગ્લોર ટીમના કોઈ સુકાનીએ પોતાની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી ન હતી.

ડુ પ્લેસિસે પોલાર્ડનો રેકોર્ડ તોડ્યો

IPL 2022 ની પ્રથમ ઇનિંગ્સમાં સુકાની તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે ફાફ ડુ પ્લેસિસ ચોથા નંબર પર આવ્યો હતો. તેણે કીરોન પોલાર્ડનો રેકોર્ડ તોડી તેને પાંચમા સ્થાને ધકેલી દીધો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આઈપીએલમાં પહેલી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર સુકાની

119 રનઃ સંજુ સેમસન
99 રનઃ મયંક અગ્રવાલ
93 રનઃ શ્રેયસ અય્યર
88 રનઃ ફાફ ડુ પ્લેસિસ
83 રનઃ કેરોન પોલાર્ડ

ડુ પ્લેસિસે 3000 રન પુરા કર્યા

ડુ પ્લેસિસે પંજાબ સામે 88 રનની ઇનિંગના આધારે IPL માં પોતાના 3000 રન પૂરા કર્યા. તેણે 94 ઇનિંગ્સમાં આ 3 હજાર રન પૂરા કર્યા અને ડેવિડ વોર્નરની બરાબરી કરીને સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવ્યો. IPL માં સૌથી ઓછી ઇનિંગ્સમાં 3000 રન પૂરા કરવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે 75 ઇનિંગ્સમાં આ સિદ્ધી મેળવી હતી. જ્યારે કેએલ રાહુલ બીજા નંબર પર છે.

આઇપીએલમાં સૌથી ઓછી ઇનિંગમાં 3000 રન પુરા કરનાર બેટ્સમેન

75 ઇનિંગઃ ક્રિસ ગેલ
80 ઇનિંગઃ લોકેશ રાહુલ
94 ઇનિંગઃ ફાફ ડુ પ્લેસિસ
94 ઇનિંગઃ ડેવિડ વોર્નર
103 ઇનિંગઃ સુરેશ રૈના
104 ઇનિંગઃ એબી ડિવિલિયર્સ
104 ઇનિંગઃ અજિંક્ય રહાણે

આ પણ વાંચો : DC vs MI IPL Match Result: અક્ષર પટેલે દિલ્હીનો રંગ રાખ્યો, મુંબઇ સામે લલિત સાથે મળીને DC ને અપાવી શાનદાર જીત

આ પણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં બહાર થયા બાદ ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજે નિવૃતીને લઇને આપ્યું મહત્વનું નિવેદન

Next Article