ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરને ટી20 સીરિઝમાં આપ્યો આરામ, સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ઇંગ્લેન્ડ બોર્ડે જાહેર કરી ટીમ

|

Jul 16, 2022 | 9:40 AM

Cricket : ઈંગ્લેન્ડને આગામી થોડા દિવસોમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. જ્યારે ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ પણ આ સમય દરમ્યાન જ રમાશે.

ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરને ટી20 સીરિઝમાં આપ્યો આરામ, સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ઇંગ્લેન્ડ બોર્ડે જાહેર કરી ટીમ
England Cricket Team (PC: AFP)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં આ દિવસોમાં દિગ્ગજ ખેલાડીઓને રમવા કે આરામ આપવાનો મુદ્દો ગરમાયો છે. કોઇને કોઇ શ્રેણીમાં કોઈ સિનિયર ખેલાડીને આરામ આપવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામે થોડા દિવસોમાં શરૂ થઈ રહેલા પ્રવાસમાંથી આરામના નામે પસંદ કરવામાં આવ્યા નથી. તેને લઈને ઘણો હોબાળો પણ થયો હતો. પરંતુ માત્ર ભારતીય ટીમ જ નથી જ્યાં સિનિયર કે તમામ ફોર્મેટના ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) પણ તેના કેટલાક ખેલાડીઓને લઈને આવું પગલું લઈ રહ્યું છે. ઇંગ્લિશ બોર્ડે તેના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સ (Ben Stokes) ને આગામી T20 શ્રેણીમાંથી આરામ આપ્યો છે. ઉપરાંત સ્ટોક્સ ECB ની નવી ફોર્મેટ ટૂર્નામેન્ટ ‘ધ હંડ્રેડ’માં (The Hundred) પણ નહીં રમે.

વન-ડે સીરિઝમાં રમશે, પણ ટી20માં આરામ

ગયા મહિને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાની બનેલા બેન સ્ટોક્સ (Ben Stokes) દોઢ મહિનામાં અત્યાર સુધીમાં 4 ટેસ્ટ અને 2 વનડે રમી ચૂક્યો છે. ભારત સામેની વર્તમાન વનડે શ્રેણીમાં રમી રહેલો બેન સ્ટોક્સ ત્રીજી વનડેમાં પણ રમશે. તે નિશ્ચિત છે. ત્યાર બાદ તે 19 જુલાઈથી દક્ષિણ આફ્રિકા સામે 50 ઓવરની વન-ડે મેચ પણ રમશે અને તે પછી તેને 27 જુલાઈથી શરૂ થનારી T20 શ્રેણીમાં આરામ આપવામાં આવશે. જો કે આ થોડું ચોંકાવનારું છે કારણ કે તે આ ફોર્મેટમાંથી આરામ લઈ રહ્યો છે તેમ છતાં T20 વર્લ્ડ કપને હવે થોડા અઠવાડિયા બાકી છે. તેણે ભારત સામે ટી-20 સિરીઝ પણ રમી ન હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બેન સ્ટોક્સ ટી20 અને ધ હંડ્રેડમાં નહીં રમે

એટલું જ નહીં મહત્વની વાત એ છે કે બેન સ્ટોક્સ ન માત્ર ટી-20 સિરીઝમાંથી આરામ લઈ રહ્યો છે પરંતુ તે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની મહત્વાકાંક્ષી ટૂર્નામેન્ટ ‘ધ હંડ્રેડ’ની બીજી સિઝનમાં પણ નહીં રમે. શુક્રવારે ટીમની જાહેરાત કરતા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું, “ઈંગ્લેન્ડની પુરૂષ ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સના વર્કલોડ અને ફિટનેસ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તે વાઈટાલિટી ટી-20 સિરીઝ અને ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં નહીં રમે. જે આવતા મહિને રમાશે.”

 

 

આદિલ રાશીદની ટીમમાં વાપસી, પોટ્સને પણ તક મળી

ઇંગ્લિશ બોર્ડે ભારત સામેની વનડે અને ટી20 સિરીઝ રમી રહેલી ટીમોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. જો કે ઇંગ્લિશ ટીમને તેના મહાન લેગ-સ્પિનર ​​આદિલ રાશિદની વાપસીથી રાહત થશે. જે હજના કારણે ભારત સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. તે બંને ફોર્મેટ માટે ઉપલબ્ધ છે. તેના સિવાય ભારત અને ન્યુઝીલેન્ડ સામેની 4 ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ઝડપી બોલર મેથ્યુ પોટ્સને પ્રથમ વખત ODI ટીમમાં સ્થાન મળ્યું છે.

 

સાઉથ આફ્રિકા સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ

વન-ડેઃ જોસ બટલર (સુકાની), મોઈન અલી, જોની બેરસ્ટો, બ્રાઈડન કાર્સ, સેમ કુરન, લિયામ લિવિંગ્સ્ટન, ક્રેગ ઓવરટોન, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

ટી20: જોસ બટલર (સુકાની), મોઈન અલી, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરાન, રિચાર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગ્સ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

Next Article