Team India આગામી FTPમાં બે વાર ઓસ્ટ્રેલિયા જશે, ટેસ્ટ શ્રેણીમાં આટલી મેચો રમાશે
Cricket : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ના છેલ્લા બે પ્રવાસમાં ચાર મેચોની શ્રેણી રમી હતી. ટીમ ઈન્ડિયા (Team India) બંને ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી.
ભારતીય ટીમ (Team India) આગામી ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) 2024-2032 માં બે વખત ઓસ્ટ્રેલિયા (Cricket Australia) નો પ્રવાસ કરી શકે છે. ખાસ વાત એ છે કે બંને સિરીઝમાં પાંચ-પાંચ ટેસ્ટ મેચ રમાઈ શકે છે. હાલમાં બંને દેશો વચ્ચે મહત્તમ ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાય છે. નવા FTP ની સત્તાવાર જાહેરાત આ મહિનાના અંતમાં થાય તેવી શક્યતા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ તાજેતરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રસારણકર્તાઓને જાણ કરી હતી કે તેણે આગામી FTP માં ભારત અને ઈંગ્લેન્ડ સામે બે હોમ ફુલ ટેસ્ટ પ્રવાસો નક્કી કર્યા છે. ઓસ્ટ્રેલિયન વેબસાઈટ ‘ધ એજ’ ના સમાચાર અનુસાર તેની સામેની શ્રેણી ચારથી વધારીને પાંચ મેચની કરવામાં આવી છે.
છેલ્લી 2 સીરિઝમાં ભારત વિજેતા બન્યું હતું
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના છેલ્લા બે પ્રવાસમાં ચાર મેચોની શ્રેણી રમી હતી. બંને શ્રેણી ટીમ ઈન્ડિયા (Team India) એ પોતાના નામે કરી હતી. વર્તમાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની FTP 2018 થી 2023 સુધીની છે. જે પુરૂષોના 50 ઓવર ICC વર્લ્ડ કપ સાથે પુરી થશે. આ ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup) ભારતમાં આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે.
Indian Team: India will tour Australia twice between 2024 and 2032, with five Test matches instead of four
Read-https://t.co/nlgkFuRW6j#cricmazza #TeamIndia #cricketlovers #cricketlover #cricketfans #cricketlife #cricketworld #cricketmatch #cricketnews
— Cricmazza (@cric_mazza) July 8, 2022
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા થયું હતું માલામાલ
FTP અંગેનો નિર્ણય બર્મિંગહામમાં 25 અને 26 જુલાઈએ ICC ની વાર્ષિક બેઠક બાદ લેવામાં આવશે. ભારત સામેની શ્રેણી તાજેતરના વર્ષોમાં ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં ભારત સામેની ચાર મેચોની શ્રેણીએ આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા Cricket Australia ને ઘણી રાહત આપી હતી. આ શ્રેણીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડને 300 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની આવક મેળવી હતી.
રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે ડંકો વગાડ્યો હતો
મહત્વનું છે કે છેલ્લી રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓએ રંગ રાખ્યો હતો અને સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ટેસ્ટ સીરિઝ પર કબજો કર્યો હતો અને ઇતિહાસ રહ્યો હતો. આ ટેસ્ટ સીરિઝમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) એ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમ (Team India) ની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.